Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પયગંબર પર ટિપ્પણી મામલે અલકાયદાની ધમકી; દિલ્હી, મુંબઇ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલો કરશે

આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. અલ કાયદાએ સત્તાવાર રીતે ધમકી આપી છે કે તે ગુજરાત, યુપી, બોમ્બે અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ભાજપનો અંત આવશે. અલકાયદાએ ટીવી ડિબેટ દરમિયાન ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને આ ધમકી આપી છે. તેણે પોતાની ધમકીમાં આ ડિબેટનો ઉલ્લેખ પણ કર્યો છે.પયગં
પયગંબર પર ટિપ્પણી મામલે અલકાયદાની ધમકી  દિલ્હી  મુંબઇ  યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલો કરશે
આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. અલ કાયદાએ સત્તાવાર રીતે ધમકી આપી છે કે તે ગુજરાત, યુપી, બોમ્બે અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ભાજપનો અંત આવશે. અલકાયદાએ ટીવી ડિબેટ દરમિયાન ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને આ ધમકી આપી છે. તેણે પોતાની ધમકીમાં આ ડિબેટનો ઉલ્લેખ પણ કર્યો છે.
પયગંબરનું અપમાન કરનારાઓને અમે મારી નાખીશું
અલ કાયદાએ કહ્યું છે કે તે પયગંબર મોહમ્મદના સન્માન માટે લડશે. આતંકવાદી સંગઠનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ વિશે આપવામાં આવેલા નિવેદનોને કારણે વિવાદ ઉભો થયો છે. અલ કાયદાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા પયગંબરનું અપમાન કરનારાઓને અમે મારી નાખીશું. અમારા શરીર પર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટક બાંધીને પયગંબરનું અપમાન કરનારાઓને અમે ઉડાવી દઈશું. અપમાન કરનારાઓએ દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી જોઈએ.
સોશિયલ મીડિયા પર ચિઠ્ઠી શેર કરી
અલકાયદાએ કહ્યું કે થોડા દિવસો પહેલા એક હિન્દુત્વના પ્રચારક ટીવી ડિબેટ દરમિયાન ઈસ્લામ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું હતું. તેમના નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ પત્રમાં ભારતીય મીડિયાની ટીવી ચેનલોમાં ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તાઓ દ્વારા પયગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સુરક્ષા એજન્સીઓ હવે સોશિયલ મીડિયા પર જારી કરાયેલા આ પત્રની તપાસ કરી રહી છે અને આ પત્ર સોશિયલ મીડિયા પર કોણે અપલોડ કર્યો છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી પોલીસે નુપુર શર્માને સુરક્ષા આપી
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ મામલામાં નુપુર શર્મા તરફથી ધમકીઓ મળવાનો આરોપ છે, જેને લઇને દિલ્હી પોલીસે નુપુર શર્માને સુરક્ષા પુરી પાડી છે. નુપુર શર્માએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હવે દિલ્હી પોલીસે નુપુર શર્મા અને તેના પરિવારની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.
Advertisement
Tags :
Advertisement

.