Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અક્ષયની ફિલ્મના મેક-અપ આર્ટિસ્ટની બાઇક દીપડા સાથે ટકરાઇ, જાણો શું થયું પછી

હાલના દિવસોમાં અક્ષય કુમાર ખૂબ જ વ્યસ્ત છે. અક્ષય આગામી ફિલ્મ સેલ્ફીના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય હાલ  ઈમરાન હાશ્મી અને નુસરત ભરૂચા સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ સિવાય અભિનેતા તેમની ફિલ્મ છોટે મિયાં બડે મિયાંના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફની સાથે જોવા મળશે. તાજેતરમાં, અભિનેતાની ફિલ્મના સેટની નજીક એક સ્તબ્ધ કરી દે તેવી  ઘટના બની, જેણે બધાને ચોંકાવી દà
અક્ષયની ફિલ્મના મેક અપ આર્ટિસ્ટની બાઇક દીપડા સાથે ટકરાઇ  જાણો શું થયું પછી
હાલના દિવસોમાં અક્ષય કુમાર ખૂબ જ વ્યસ્ત છે. અક્ષય આગામી ફિલ્મ સેલ્ફીના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય હાલ  ઈમરાન હાશ્મી અને નુસરત ભરૂચા સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ સિવાય અભિનેતા તેમની ફિલ્મ છોટે મિયાં બડે મિયાંના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફની સાથે જોવા મળશે. તાજેતરમાં, અભિનેતાની ફિલ્મના સેટની નજીક એક સ્તબ્ધ કરી દે તેવી  ઘટના બની, જેણે બધાને ચોંકાવી દીધા.
મેકઅપ મેનની બાઇક દીપડા સાથે ટકરાઇ 
હકીકતમાં, છોટે મિયાં બડે મિયાં ફિલ્મમાં અક્ષય કુમારના મેક-અપ મેન પર એક દીપડાએ હુમલો કર્યો હતો. બન્યું એવું કે મેક-અપ આર્ટિસ્ટ તરીકે કામ કરતા શ્રવણ વિશ્વકર્મા પર દીપડાએ હુમલો કર્યો. લગભગ 27 વર્ષનો શ્રવણ તે સમયે તેની બાઇક પર હતો અને તેના મિત્રને ફિલ્મના સેટ પર મૂકવા જઈ રહ્યો હતો. ત્યારબાદ તેની બાઇક દીપડા સાથે અથડાઈ અને તે પછી તે બેહોશ થઈ ગયો. આ પછી, મેક-અપ આર્ટિસ્ટને યાદ નથી કે દીપડાને ટક્કર માર્યા અને બાઇક પરથી પડી ગયા પછી શું થયું.
ઘટના કેવી રીતે બની ?
આ ઘટના બાદ શ્રવણ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તે ફરીથી હોશમાં આવી ગયા છે, તેમણે પોતે કહ્યું કે પ્રોડક્શન હાઉસ તેમની સારવાર કરાવી રહ્યું છે. હોશમાં આવ્યા પછી, શ્રવણ કુમારે પોતે કહ્યું, 'હું બાઇક પર હતો અને મિત્રને મૂકવા જઈ રહ્યો હતો. શૂટિંગ લોકેશનથી થોડે પહેલા આ ઘટના બની હતી. મેં રસ્તા પર એક ડુક્કરને દોડતું જોયું, મેં મારી બાઈકની સ્પીડ વધારતા જ એક દીપડો ભૂંડની પાછળ દોડતો જોયો. પછી મારી બાઇક દીપડા સાથે અથડાઈ અને પછી હું બાઇક પરથી પડી ગયો. દીપડો મારી આસપાસ ફરતો હતો, મને વધુ કંઈ યાદ નથી, કારણ કે હું બેહોશ થઈ ગયો હતો. કદાચ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને મને ડૉક્ટર પાસે લઈ ગયા.
Advertisement

AICWA પ્રમુખે આ બાબતની નોંધ લીધી હતી
આ ઘટના બાદ તરત જ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સનાં પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ સરકારને આ મામલે ગંભીરતાથી પગલાં લેવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેને શ્રવણના સિનિયર મેક-અપ આર્ટિસ્ટનો ફોન આવ્યો હતો. તેમણે મને શ્રવણ વિશે જણાવ્યું અને કહ્યું કે દીપડાએ તેના પર હુમલો કર્યો છે. મમતાએ જ કહ્યું કે ફિલ્મ સિટીના લોકો આ વાત છુપાવી રહ્યા છે અને શ્રવણને તેની સારવાર માટે પૈસા પણ નથી મળી રહ્યા. આ પછી મામલાની નોંધ લેતા તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરીને કહ્યું છે કે આવી ઘટના ઘણી વખત બની છે, દરેક વખતે તેને દબાવી દેવામાં આવે છે.
આ અકસ્માત અક્ષયની ફિલ્મના સેટ પાસે થયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સનાં પ્રમુખ હોવાને કારણે મારી માંગ છે કે ફિલ્મસિટીમાં વારંવાર આવતા દીપડાની સુરક્ષાની જવાબદારી કોણ લેશે અને હજારોની સંખ્યામાં શૂટિંગ ચાલી રહ્યું છે. સુરેશે વધુમાં જણાવ્યું કે ફિલ્મ સિટી ત્રણસો એકરમાં બનાવવામાં આવી છે. જો તમે અહીં રાત્રે જાવ તો સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી. લાઇટનો અભાવ છે અને તેના કારણે અકસ્માતો સતત બની રહ્યા છે. મામલો હેલીપેડ વિસ્તારની નજીકનો છે, જ્યાં અક્ષયની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.