'રામ સેતુ' બચાવવાના મિશન પર અક્ષય, અંડરવોટર જય સિયા રામના નારા
રામ સેતુ ટીઝર (Ram Setu Teaser) અક્ષય કુમાર( Akshay Kumar) ની ફેમસ ફિલ્મ 'રામ સેતુ'નું ટીઝર વિડીયો રિલીઝ થઈ ગયો છે. ટીઝર વિડીયોમાં અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ અનેક એક્શન સિક્વન્સ કરતા જોઈ શકાય છે. પરંતુ એક પછી એક ફ્લોપ ફિલ્મોથી લાગે છે અક્ષય વધુ સાવચેત થઇ રહ્યો છે. સાથ જ સુકેત કેસમાં ફસાયેલી જેક્લિનના કારણે પણ આ ફિલ્મ મુશ્કેલીમાં બોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે સવાલ છે કે અક્ષયની આ ફિલ્મનું ભવ
રામ સેતુ ટીઝર (Ram Setu Teaser) અક્ષય કુમાર( Akshay Kumar) ની ફેમસ ફિલ્મ 'રામ સેતુ'નું ટીઝર વિડીયો રિલીઝ થઈ ગયો છે. ટીઝર વિડીયોમાં અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ અનેક એક્શન સિક્વન્સ કરતા જોઈ શકાય છે. પરંતુ એક પછી એક ફ્લોપ ફિલ્મોથી લાગે છે અક્ષય વધુ સાવચેત થઇ રહ્યો છે. સાથ જ સુકેત કેસમાં ફસાયેલી જેક્લિનના કારણે પણ આ ફિલ્મ મુશ્કેલીમાં બોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે સવાલ છે કે અક્ષયની આ ફિલ્મનું ભવિષ્ય બોક્સ ઓફિસ પર કેવું રહેશે.
અક્ષય કુમાર રામ સેતુ ટીઝર
અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝની બહુચર્ચિત ફિલ્મ રામ સેતુનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરતાં અક્ષયે ફેન્સને પૂછ્યું છે કે, તમને આ વિડીયો કેવો લાગ્યો? ટીઝર વિડીયોમાં અક્ષય એક્શન અવતારમાં એક ખાસ મિશન પાર પાડતો જોવા મળે છે. આ મિશન રામ સેતુ બચાવવાનું મિશન છે જેના માટે તેમની પાસે માત્ર 3 દિવસ છે.
અક્ષય 3 દિવસના કાઉન્ટડાઉનમાં રામ સેતુને બચાવી શકશે?
ટીઝર વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની વાર્તા ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત છે. ભારતીય સંસ્કૃતિની મહત્વની પૌરાણિક કથા રામાયણમાં વર્ણવેલ રામ સેતુની આસપાસ ફરે છે. ટીઝર અનુસાર, અક્ષય, એક પુરાતત્વવિદની ભૂમિકામાં છે, જે ભારતીય સંસ્કૃતિની આ વિરાસતને બચાવવાના મિશનમાં વ્યસ્ત છે. આ મિશનમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેની સાથે છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષયે આ મિશન ત્રણ દિવસમાં પૂરું કરવાનું છે. અને તેને પૂર્ણ કરવા માટે તેને તમામ પ્રકારની શક્તિઓની મદદ લેતો પણ બતાવવામાં આવ્યો છે.
અક્ષય સાથે રામ સેતુ બચાવવામાં વાયુ, જમીન અને જળ દળો રોકાયેલા
આ પૌરાણિક એડવેન્ચર એક્શન ફિલ્મમાં અક્ષય પોતે કોઈ પણ પ્રકારના ફાઈટરના લૂકમાં જોવા મળ્યો નથી. આ વખતે તે ઇન્ટેન્સ લુકમાં એક્શનનો ભાગ બન્યો છે. રામ સેતુ બચાવવાના મિશનમાં તે દરેક પ્રકારની સેનાની મદદથી મિશનને પૂર્ણ કરવા માટે પોતાનો જીવ લગાવતા જોવા મળે છે. ટીઝરના એક ભાગમાં પાણીની અંદર 'જય સિયા રામ'ના નારાનો પડઘો વાર્તાને સસ્પેન્સ જેવો ટ્વિસ્ટ આપે છે.
રામ સેતુ શું છે? હિંદુ પુરાણોમાં તેની વાર્તા શું છે
રામ સેતુ એ ભારતના તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે આવેલા રામેશ્વરમ અને શ્રીલંકાના ઉત્તરપશ્ચિમ કિનારે આવેલા મન્નાર ટાપુ વચ્ચેનો સમુદ્રી રસ્તો છે, જે ભગવાન રામ અને તેમની સેના દ્વારા મતા સીતાને રાવણથી મુક્ત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. ભૌગોલિક પુરાવા દર્શાવે છે કે અમુક સમયે આ પુલ ભારત અને શ્રીલંકાને જમીન માર્ગે જોડતો હતો. હિંદુ પુરાણોની માન્યતાઓ અનુસાર, આ પુલના નિર્માણમાં અયોધ્યાના રાજા શ્રી રામની સેનાના બે સૈનિકો, જેઓ વાનર હતા, તેમના વિશે રામાયણમાં નલ-નીલ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ દિવસે રિલીઝ થશે
આ ફિલ્મમાં અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત નુસરત ભરૂચા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અરુણ ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 25 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો -
Advertisement