અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'નું નામ બદલાયું, કરણી સેના કરી રહી હતી વિરોધ
કરણી સેના સતત અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' અને મેકર્સનો વિરોધ કરી રહી હતી. કરણી સેનાએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સે હવે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.ફિલ્મનું નામ 'પૃથ્વીરાજ'થી બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ' કરવામાં આવ્યું. અક્ષય કુમારની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી કરણી સેના સતત ફિલ્મ અને મ
01:56 PM May 27, 2022 IST
|
Vipul Pandya
કરણી સેના સતત અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' અને મેકર્સનો વિરોધ કરી રહી હતી. કરણી સેનાએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સે હવે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.ફિલ્મનું નામ 'પૃથ્વીરાજ'થી બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ' કરવામાં આવ્યું. અક્ષય કુમારની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી કરણી સેના સતત ફિલ્મ અને મેકર્સનો વિરોધ કરી રહી હતી. કરણ સેનાએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. આટલું જ નહીં અનેક જગ્યાએ દેખાવો પણ કરવામાં આવ્યા હતા. પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સે હવે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. કરણી સેનાને સંબોધિત જાહેર પત્ર દ્વારા આ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી હતી. કરણી સેનાની પીઆઈએલ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અનેક બેઠકો અને નોટિસો બાદ 27 મેના રોજ 'પૃથ્વીરાજ'નું નામ બદલવામાં આવ્યું છે. આખરે નામ બદલ્યું
અપમાન કરવાનો ઈરાદો ધરાવતા નથી
ફિલ્મનું નામ 'પૃથ્વીરાજ'થી બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ' કરવામાં આવ્યું છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે અપમાન કરવાનો ઈરાદો ધરાવતા નથી. ફિલ્મ દ્વારા અમે તેમની બહાદુરી, સિદ્ધિઓ અને દેશના ઈતિહાસમાં યોગદાનની ઉજવણી કરવા માંગીએ છીએ.
હવે અમારી વચ્ચે વિવાદનો વિષય નથી
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે અમારી વચ્ચે થયેલા પરસ્પર કરારની પ્રશંસા કરીએ છીએ કે અમારી ફિલ્મના સંદર્ભમાં તમને કોઈ વધુ વાંધો નથી અને તમારા દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા અન્ય તમામ વાંધાઓ હવે અમારી વચ્ચે વિવાદનો વિષય નથી. ફિલ્મમાં મહાન યોદ્ધાનું ચિત્રણ કરવાના અમારા સારા ઇરાદાને સમજવા માટે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને તેમના સભ્યોનો આભાર.
ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે
તમને જણાવી દઈએ કે 'સમ્રાટ પૃથ્વીરાજ'ના લેખક અને નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે જ્યારે તેની સાથે માનુષી છિલ્લર છે. માનુષી આ ફિલ્મથી બોલિવુડ ડેબ્યૂ કરી રહી છે. તે રાજકુમારી સંયોગિતાના પાત્રમાં છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તંવર અને માનવ વિજ છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે
Next Article