ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની વન-ડે (ODI) શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 2 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 2 વિકેટે જીત મેળવી હતી. આ જીતને સમગ્ર ભારતીય બેટિંગ ઓર્ડરની જીત કહેવામાં આવી રહી છે. Axar Patel's the hero in Trinidad!The all-rounder's 64* (35) lifts India to a final-over win over the West Indies, and moves the tourists to an unassailable 2-0 OD
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની વન-ડે (ODI) શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 2 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 2 વિકેટે જીત મેળવી હતી. આ જીતને સમગ્ર ભારતીય બેટિંગ ઓર્ડરની જીત કહેવામાં આવી રહી છે.
પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ હતો. શરૂઆત સારી રહી ન હતી, કેપ્ટન શિખર ધવન માત્ર 13 રન બનાવી શક્યો હતો, સૂર્યકુમાર યાદવ પણ 9 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ બાકીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા મેચને પોતાના નામે કરી હતી. આ મેચમાં ભારતના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ત્રીજા નંબરે આવેલા શ્રેયસ અય્યર અને પાંચમા નંબરે આવેલા સંજુ સેમસને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને મજબૂત પાયો આપ્યો હતો. પરંતુ ભારતને જીતાડનાર ખેલાડી અક્ષર પટેલ હતો. અક્ષર સાતમાં નંબરે બેટિંગ કરી અને શાનદાર શોટ ફટકાર્યા. તેણે શાનદાર સ્ટાઈલમાં બેટિંગ કરતા ટીમ પર વધી રહેલા દબાણને સંપૂર્ણપણે દૂર કર્યું હતું.
અક્ષર પટેલે 27 બોલમાં 50 રનનો આંકડો સ્પર્શ કર્યો અને તે પછી સંપૂર્ણ સંવેદનશીલતા સાથે બેટિંગ કરીને ટીમને જીતની સીમાથી આગળ લઈ ગયો. જ્યારે અક્ષર બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતને 74 બોલમાં 107 રનની જરૂર હતી. દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર અને અવેશ ખાન તેમની સામે પેવેલિયન પરત ફર્યા પરંતુ અક્ષર ટકી રહ્યો. તેણે પોતાની મેચ વિનિંગ ઇનિંગ્સમાં 35 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, ઓપનર શાઈ હોપ (115 રન)ની શાનદાર સદી અને કેપ્ટન નિકોલસ પૂરન (74 રન)ના છ છક્કા સાથે અડધી સદીના કારણે વેસ્ટ ઈન્ડિઝે છ વિકેટે 311 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી.
શ્રેયસ અય્યર (63 રન) અને સંજુ સેમસન (54 રન)ની અડધી સદી અને બંને વચ્ચે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી બાદ અંતમાં અક્ષર પટેલની ઇનિંગ ટીમને જીત તરફ દોરી ગઇ હતી. પટેલના છક્કાથી ટીમને 49.4 ઓવરમાં આઠ વિકેટે 312 રન બનાવી શ્રેણી જીતી લીધી હતી. તેણે 40 રનમાં એક વિકેટ પણ લીધી હતી. અક્ષરને તેની શાનદાર બેટિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી વનડેમાં મેન ઓફ ધ મેચ જાહેર થયા બાદ, અક્ષરે તેની ઇનિંગ્સને ખાસ ગણાવી અને કહ્યું, "આ ઇનિંગ મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ પર આવી છે અને આ અડધી સદીની ઇનિંગ્સના દમ પર અમે શ્રેણી જીતી રહ્યા છીએ તો તે ચોક્કસપણે મહત્વપૂર્ણ બની જાય છે."