ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

અક્ષર પટેલ અને અશ્વિને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર ફેરવ્યુ પાણી, આ રીતે પલટાયો ખેલ

એક સમયે ઓસ્ટ્રેલિયાની છાવણીમાં ખુશીઓ ભર્યો માહોલ સર્જાયો હતો. પરંતુ બાપુનો કમાલ જાણે કે ઓસ્ટ્રેલિયનો માટે ખુશીઓ પર માતમનો માહોલ લાવી રહ્યુ હોય એવો અહેસાસ બપોર બાદ શરુ થયો હતો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ શાનદાર પાર્ટનરશિપ એવા સમયે કરી હતી કે, જ્યારે ઓસ્ટ્રેલિયનો દિલ્લી ટેસ્ટ જીતી લીધા જેટલા આનંદમાં મસ્ત હતા. ભારતે 139 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી હતી. બાદમાં બંનેની પા
12:12 PM Feb 18, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage

એક સમયે ઓસ્ટ્રેલિયાની છાવણીમાં ખુશીઓ ભર્યો માહોલ સર્જાયો હતો. પરંતુ બાપુનો કમાલ જાણે કે ઓસ્ટ્રેલિયનો માટે ખુશીઓ પર માતમનો માહોલ લાવી રહ્યુ હોય એવો અહેસાસ બપોર બાદ શરુ થયો હતો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ શાનદાર પાર્ટનરશિપ એવા સમયે કરી હતી કે, જ્યારે ઓસ્ટ્રેલિયનો દિલ્લી ટેસ્ટ જીતી લીધા જેટલા આનંદમાં મસ્ત હતા. ભારતે 139 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી હતી. બાદમાં બંનેની પાર્ટનરશિપે હવે કાંગારુઓને જાણે અંદરથી નિરાશ કરી દીધા છે. ઓસ્ટ્રેલિયાને 100 થી વધારે રનની લીડ મળવાની આશા બંધાઈ હતી, ત્યાં માત્ર 1 રનની લીડ મળી હતી.


અક્ષર અને અશ્વિનની જોડીએ નિચલા ક્રમે રમતા શતકીય ઈનીંગ રમી હતી. ફરી એકવાર બંને ખેલાડીઓએ જબરદસ્ત ઈનીંગ રમી હતી. ભારતીય ટીમ માટે આ જોડીની રમત આખીય મેચમાં મહત્વની સાબિત થઈ શકે છે. ભારત માટે ઓસ્ટ્રેલિયાને મોટી લીડ મળ્યાનો ભાર સર્જાવાનો હતો, એ દબાણ આ બંનેની જોડીએ દૂર કરી રાહત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનીંગમાં 263 રન અને ભારતે 262 રનનોંધાવ્યા છે.

અક્ષર-અશ્વિનની શાનદાર 'સદી'
તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે ન માત્ર પોતે રન બનાવ્યા, પરંતુ તેણે અશ્વિન સાથે શાનદાર સદીની ભાગીદારી કરી. બંનેએ 168 બોલમાં સદીની ભાગીદારી કરી હતી. આ બંને ખેલાડીઓએ ટીમના સ્કોરને 250ની પાર પહોંચાડી દીધો હતો. એક સમયે ટીમ ઈન્ડિયા 200 રન બનાવ્યા પછી પણ દેખાતી ન હતી, પરંતુ અશ્વિન-અક્ષરના આક્રમણથી આખી રમત પલટાઈ ગઈ હતી. બંને બેટ્સમેનોએ 114 રનની ભાગીદારી કરી હતી. અશ્વિને 37 રનની અજોડ ઇનિંગ રમી હતી.


અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયામાં નિષ્ફળ રહ્યો હતો
તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે દિલ્હી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 74 રનની અજોડ ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ મર્ફીના બોલ પર મોટો શોટ લગાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે શોર્ટ મિડ-ઓન પર તેનો આકર્ષક કેચ લીધો હતો. અક્ષર પટેલે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટમાં પણ અક્ષર પટેલે આવી શાનદાર ઈનિંગ રમી હતી. અક્ષર પટેલે નાગપુર ટેસ્ટમાં 84 રન બનાવ્યા હતા. સ્પષ્ટ છે કે અક્ષર પટેલ હવે લોઅર મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાનો જીવતદાન બની ગયો છે.
આપણ  વાંચો- Kohliની વિકેટને લઇ વિવાદ! થર્ડ અમ્પાયર પર ટીમ ઇન્ડિયાએ કાઢી ભડાશ, જુઓ video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AxarPatelCricketGujaratFirstIndianCricketTeamindiavsaustraliaRavindraJadeja