Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાલનપુરના લાલાવાડા ખાતે અખિલ ભારતીય આંજણા સમાજની આઠમી મહાસભા યોજાઈ

પાલનપુરના લાલાવાડા ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની આઠમી બેઠક તેમજ કારોબારી બેઠક અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,સંસદ પરબત પટેલ સહિત અનેક રાજ્યોના ધારાસભ્યો ,પૂર્વ ધારાસભ્યો અને આંજણા ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજની પ્રગતિ માટેના અનેક નિર્ણયો કરાયા.મહત્વના નિર્ણય લેવાયાતેમજ ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાàª
12:25 PM Jan 22, 2023 IST | Vipul Pandya
પાલનપુરના લાલાવાડા ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની આઠમી બેઠક તેમજ કારોબારી બેઠક અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,સંસદ પરબત પટેલ સહિત અનેક રાજ્યોના ધારાસભ્યો ,પૂર્વ ધારાસભ્યો અને આંજણા ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજની પ્રગતિ માટેના અનેક નિર્ણયો કરાયા.
મહત્વના નિર્ણય લેવાયા
તેમજ ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાત માંથી અનેક આગેવાનોની ઉપસ્થિતમાં ચૌધરી-આંજણા સમાજ માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા તો સમગ્ર દેશના ચૌધરી-આંજણા સમાજના વિધાર્થીઓ UPSC, IPS પરીક્ષાઓમાં પાસ થાય તે માટે અખિલ ભારતીય આંજણા મહાસભા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ વિધાર્થીઓને UPSCની તૈયારી માટે 1 લાખની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરાઈ હતી તો આંજણા સમાજના બે સાંસદો માંથી કેન્દ્ર સરકારમાં કોઈ એકને મંત્રી પદ આપવાનો પણ ઠરાવ કરીને કે કેન્દ્રના ભાજપના મોવડી મંડળમાં મોકલવાનો તેમજ ચૌધરી-આંજણા સમાજને OBCમાં વધુ છૂટછાટ આપવાનો ઠરાવ કરી કેન્દ્રમાં મોકલી આપવાનો નિર્ણય કરાયો હતો.
સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સમાજમાં શિક્ષણની ખુબજ મોટી પ્રાથમિકતા હોવાનું કહી તેના ઉપર ભાર મુકવાનું કહી સમાજ શિક્ષણ માટે પ્રેરાય તે માટે અપીલ કરી સમાજમાંથી વ્યસન નાબુદી કરવાની લોકોને અપીલ કરી હતી અને સમાજને સુધારા તરફ લઈ જવા જે મંથન કરાઈ રહ્યું છે તેને બિરદાવ્યું હતું તો બીજી તરફ કેન્સર જેવા રોગોના કારણે લોકોનું આયુષ્ય ઘટી રહ્યું હોવાની ચિંતા કરી વ્યસન મુક્તિ માટે જે ખામીઓ રહેતી હોય તેને સુધારવાની વાત કરી હતી અને થરાદ તાલુકામાં વ્યસનના કારણે લોકોનું આયુષ ઘટ્યું હોવાની વાત કરી સ્વાસ્થની ચિંતા કરવાની લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે પૈસા હશે ધંધો હશે પણ આયુષ્ય નહિ હોય તો શું કરશો માટે સ્વાસ્થ્યની કાળજી લેવા તેમજ કેન્સર જેવો રોગ વધે ન તે માટે જાગૃતિ લાવવાની વાત કરી હતી.
આગેવાનોની ઉપસ્થિતિ
પાલનપુરના લાલાવાડા ખાતે આજે અખિલ ભારતીય આંજણા સમાજની આઠમી મહાસભાનું આયોજન કરાયું જેમાં ચૌધરી સમાજની મહાસભા અને કારોબારી બેઠકમાં સમગ્ર દેશ માંથી મોટી સંખ્યામાં ચૌધરી-આંજણા સમાજના આગેવાનો સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ખેરાલુના ધરાસભ્ય સરદારભાઈ ચૌધરી,બનાસકાંઠા સાંસદ પરબત પટેલ ,રાજસ્થાનના જાલોર -સિરોહીના સાંસદ દેવજીભાઈ પટેલ,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ,પૂર્વ ધારાસભ્ય હરજીવન પટેલ,પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ,પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ ,પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત અન્ય રાજ્યોના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - થરાદ ખાતે લાયન્સ ક્લબ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AkhilBharatiyaAnjanaSamajAkhilBharatiyaAnjanaSamajMahasabhaGujaratFirstPalanpurઆંજણાસમાજપાલનપુરમહાસભા
Next Article