Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, આ શુભ કાર્યો કરશો, તો ઘરમાં થતી રહેશે ધનવર્ષા.....

આપણે ત્યાં હિન્દુ ધર્મમાં અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે  ઘણાં માંગલિક અને શુભ કાર્ય કરવામાં આવે છે. અક્ષત તૃતિયાને અખાત્રીજ પણ કહેવાય છે. હિન્દુ પંચાગ મુજબ અખાત્રીજ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ આવે છે. જાણો  અખાત્રીજના શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વએવુ કહેવાય કે અખાત્રીજના દિવસે  મુહૂર્ત  વણજોયાં હોય છે. આ દિવસે ક
અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત   આ શુભ કાર્યો કરશો  તો ઘરમાં થતી રહેશે ધનવર્ષા
આપણે ત્યાં હિન્દુ ધર્મમાં અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે  ઘણાં માંગલિક અને શુભ કાર્ય કરવામાં આવે છે. અક્ષત તૃતિયાને અખાત્રીજ પણ કહેવાય છે. હિન્દુ પંચાગ મુજબ અખાત્રીજ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ આવે છે. 
જાણો  અખાત્રીજના શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ
એવુ કહેવાય કે અખાત્રીજના દિવસે  મુહૂર્ત  વણજોયાં હોય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહુર્ત જોયા વગર તમે કરી શકો છો. જેવા કે લગ્ન, વસ્ત્ર, ઘરેણા ખરીદવા, મકાન અને વાહન વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે અખાત્રીજ ના દિવસે દાન કરવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 અખાત્રીજ  પર પર બે કળશનું દાન મહત્વપૂર્ણ છે. જેમાં એક કળશ પિતૃઓ અને બીજુ કળશ ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. પિતૃઓ વાળા કળશને જળથી ભરીને કાળા તલ, ચંદન અને સફેદ ફૂલ નાખો. ત્યાં જ ભગવાન વિષ્ણુ વાળા કળશમાં જળ ભરીને સફેદ જૈ પીળા ફૂલ, ચંદન અને પંચામૃત નાખીને તેના પર ફળ મુકો. તેનાથી પિતૃ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. 
શું છે અક્ષય તૃતીયાનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર,  અખાત્રીજે દિવસે પ્રખ્યાત તીર્થસ્થળ બદ્રીનારાયણના દરવાજા ખુલે છે. ત્યારે જ  ત્યાં પૂજા શરૂ થાય છે.આ દિવસે વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દેવતાના ચરણ જોઈ શકાય છે. આ દિવસે પરશુરામ જયંતિ પણ માન્યતા મુજબ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ પરશુરામનો અવતાર લીધો હતો. 
Advertisement
Tags :
Advertisement

.