Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અખંડ ભારતની ઝંખનાને જીવતી રાખીએ

અખંડ ભારતએ આપણે માટે કોઈ નવો વિચાર કે નવી સંકલ્પના નથી. પણ આપણી ભારત વર્ષની વર્ષો જૂની અખંડ ભારતની ભવ્યતા અને દિવ્યતા પુનઃસ્થાપના કરવાના એકમાત્ર રાષ્ટ્રીય કર્તવ્યની અભિવ્યક્તિ છે. ભારતના પ્રત્યેક નાગરિકે ગૌરવ સાથે એ અભિવ્યક્તિને પુરસ્ક્રૂત કરવી જોઈએ.અખંડ ભારત એટલે આજનું ભારત અથવા તો આજના ભારતના નકશાની બહારના જે કોઈ દેશો છે તેમના અસ્તિત્વનો અસ્વીકાર નથી પણ આવનારા વર્ષોમાં સà
અખંડ ભારતની ઝંખનાને જીવતી રાખીએ
અખંડ ભારતએ આપણે માટે કોઈ નવો વિચાર કે નવી સંકલ્પના નથી. પણ આપણી ભારત વર્ષની વર્ષો જૂની અખંડ ભારતની ભવ્યતા અને દિવ્યતા પુનઃસ્થાપના કરવાના એકમાત્ર રાષ્ટ્રીય કર્તવ્યની અભિવ્યક્તિ છે. ભારતના પ્રત્યેક નાગરિકે ગૌરવ સાથે એ અભિવ્યક્તિને પુરસ્ક્રૂત કરવી જોઈએ.
અખંડ ભારત એટલે આજનું ભારત અથવા તો આજના ભારતના નકશાની બહારના જે કોઈ દેશો છે તેમના અસ્તિત્વનો અસ્વીકાર નથી પણ આવનારા વર્ષોમાં સકારાત્મક રીતે ભાવનાત્મક રીતે સંવાદિતા અને સૌહાર્દ પૂર્વક પારસ્પરિક સમજ અને સમજૂતી પછી અખંડ ભારત નિર્મિત થાય એવો ખ્યાલ છે.
અત્યારે આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિની આસપાસના નાના નાના દેશો એક સમયે ખંડ ભારત તરીકે ઓળખાતા હતા. એ ઐતિહાસિક સત્ય છે. જેનું કોઈ અસ્વીકાર કરી શકે તેમ નથી. 
સમય જતા પરદેશી આક્રમણો અને બીજા અનેક સૂક્ષ્મ અને ધૂળ કારણોને લીધે અખંડ ભારતમાંથી થોડાક ટુકડાઓ અલગ રાજ્ય કે રાષ્ટ્ર તરીકે ભૌગોલિક રીતે ઉપસી આવ્યા. પણ એ છુટા પડેલા ટુકડાઓના ઘડતરમાં અને ચણતરમાં એના શ્વાસ અને વિશ્વાસમાંએ નામ લ્યો અને માન્યતાઓમાં આજે પણ ભારત પણું અકબંધ જળવાયું છે. આ વાત આપણે કોઈ એક ધર્મ સમુદાયના સંદર્ભમાં સહેજ પણ કરતા નથી.  માત્ર અને માત્ર ભારતીય ઉપખંડ જેને કહીએ છીએ તે કદાચ આવતીકાલે અખંડ ભારત બનેતો ભારતની સાંસ્કૃતિક ધરોહર મજબૂત બનશે એ તો ખરું જ પણ સાથે સાથે વિશ્વના ચોકમાં એક મહાન રાષ્ટ્ર તરીકે આપણે પુનઃ આપણી જુગ જુની ઓળખ પ્રસ્થાપિત કરી શકીશું. આપણે અખંડ ભારતની વાત કરીએ છીએ ત્યારે એની આડેના વૈદિક અને બીજા અન્ય અવરોધો આપણી ધ્યાન બહાર નથી. પણ દરેક વિચારને પોતાની એક તાકાત હોય છે એવું હવે વિજ્ઞાન પણ સ્વિકારે તો શું થયું છે ત્યારે પ્રત્યેક ભારતીય મનમાં અખંડ ભારતની કલ્પના અને એને સાકાર કરવા માટેની પ્રાર્થનામાં જોડાઈ તો આવતીકાલે આપણું મહર્ષિ અરવિંદ સહિત મહામાનવ હોય જોયેલું અખંડ ભારતનું સ્વપ્ન દુર્લભ નથી.
છેલ્લે એ વાતની પણ સ્પષ્ટતા કરી લઈએ કે અખંડ ભારત એ કોઈ એક પક્ષે આપેલો વિચાર નથી. કે એ વિચાર પાછળ કોઈ એક પક્ષનું ઇજારો પણ નથી પણ પ્રત્યેક ભારતીયની જૂની ઝંખના છે. એટલે આ વાતને ભારત વર્ષના એક સાચા નાગરિક તરીકે આત્મસાત કરીને તેના વિશે સકારાત્મક દ્રષ્ટિકોણથી આપણે સહુ એ વિચારતા થવું પડશે.
Advertisement
Tags :
Advertisement

.