નૂપુરનું માથું કાપી નાખવાની ધમકી આપનાર અજમેર દરગાહના ખાદિમની પોલીસે કરી અટકાયત
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી નૂપુર શર્માના વિવાદાસ્પદને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ઘણા એવા લોકો છે કે જેઓ નૂપુર શર્માના નિવેદનના સમર્થનમાં સામે આવી રહ્યા છે તો ઘણા એવા લોકો પણ છે કે, જેઓ માને છે કે નૂપુરનું નિવેદન વિવાદાસ્પદ હતું. ત્યારે ગઇ કાલે (મંગળવાર) વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના ખાદિમે નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. જે બાદ હવે સમાચ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી નૂપુર શર્માના વિવાદાસ્પદને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ઘણા એવા લોકો છે કે જેઓ નૂપુર શર્માના નિવેદનના સમર્થનમાં સામે આવી રહ્યા છે તો ઘણા એવા લોકો પણ છે કે, જેઓ માને છે કે નૂપુરનું નિવેદન વિવાદાસ્પદ હતું. ત્યારે ગઇ કાલે (મંગળવાર) વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના ખાદિમે નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. જે બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે તેમની ધરપકડ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખુદ સલમાન ચિશ્તીએ એક વિડીયો શૂટ કરીને વાયરલ કર્યો હતો. ગંભીર વાત એ છે કે, આ વિડીયો બિલકુલ એવો જ છે જે ઉદયપુરમાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે બનાવ્યો હતો. લગભગ 2 મિનિટ 50 સેકન્ડના આ વિડીયોમાં સલમાન ચિશ્તી નૂપુર શર્માને તેની ધાર્મિક ભાવનાઓને ટાંકીને ધમકી આપી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ અજમેર શહેરમાં ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું હતું. જોકે, હવે સમાચાર મળી રહ્યા છે કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, ખાદિમે કથિત રીતે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માનું માથું કાપી નાખનારને કેમેરા સામે તેનું ઘર આપવાની જાહેરાત કરી હતી. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ સર્જાયો હતો. દેશની સાથે-સાથે વિદેશમાં પણ આ ટીપ્પણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો.
Advertisement
સોમવારે રાત્રે એક વિડીયો ક્લિપ પર FIR નોંધાયા બાદ રાજસ્થાન પોલીસ સલમાન ચિશ્તીને શોધી રહી હતી. સૂફી દરગાહનો ઉલ્લેખ કરતાં ચિશ્તીએ વિડીયોમાં કહ્યું હતું કે, 'તમારે તમામ મુસ્લિમ દેશોને જવાબ આપવાનો છે. હું આ વાત રાજસ્થાનના અજમેરથી કહી રહ્યો છું અને આ સંદેશ હુઝુર ખ્વાજા બાબાના દરબારનો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો તે મુજબ, દરગાહ પોલીસ સ્ટેશનના એસએચઓ દલવીર સિંહ ફોજદારે જણાવ્યું હતું કે, આરોપી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે.
અજમેર દરગાહના દીવાન ઝૈનુલ આબેદિન અલી ખાને આ વિડીયોની નિંદા કરી અને કહ્યું કે, પ્રખ્યાત દરગાહને સાંપ્રદાયિક સૌહાર્દની જગ્યા તરીકે જોવામાં આવે છે. વિડીયોમાં 'ખાદિમ' દ્વારા વ્યક્ત કરાયેલા વિચારોને દરગાહના સંદેશ તરીકે ન લઈ શકાય. તેમણે કહ્યું કે, આ ટિપ્પણી વ્યક્તિગત નિવેદન છે અને તે અત્યંત નિંદનીય છે.
આ પણ વાંચો - નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરુની ગોળી મારી હત્યા
Advertisement