Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે કાર્યવાહી, 3 કમાન્ડોને હટાવાયા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલની સુરક્ષામાં થયેલી ભૂલના મામલે CISFના 3 કમાન્ડોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત DIG અને કમાન્ડન્ટ રેન્કના બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી છે.મામલો ફેબ્રુઆરી 2022નો છે, જ્યારે એક સંદિગ્ધ કાર લઈને ડોભાલના દિલ્હી સ્થિત સરકારી આવાસમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે ઘટના પર હાજર
અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે કાર્યવાહી  3 કમાન્ડોને હટાવાયા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલની સુરક્ષામાં થયેલી ભૂલના મામલે CISFના 3 કમાન્ડોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત DIG અને કમાન્ડન્ટ રેન્કના બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી છે.
મામલો ફેબ્રુઆરી 2022નો છે, જ્યારે એક સંદિગ્ધ કાર લઈને ડોભાલના દિલ્હી સ્થિત સરકારી આવાસમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે ઘટના પર હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. પકડાયા બાદ તેને કહ્યું હતું કે તેની બોડીમાં ચિપ લાગી છે અને રિમોન્ટથી ચલાવવામાં આવી રહ્યો છે. તપાસ કરવામાં આવતા તેની બોડીમાંથી કોઈ ચિપ મળી ન હતી.
16 ફેબ્રુઆરીની સવારની ઘટના
આરોપી 16 ફેબ્રુઆરીને સવારે 7 વાગ્યાને 45 મિનિટે રેડ કલરની SUV કાર લઈને પહોંચ્યો હતો. તેને પૂછપરછમાં જણાવ્યું કે તે કર્ણાટકનો રહેવાસી છે અને ભાડેથી કાર ચલાવી રહ્યો હતો. તેની ઓળખ બેંગલુરુના શાંતનુ રેડ્ડી તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમની માનસિક સ્થિતિ યોગ્ય નથી લાગતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે તેની પૂછપરછ કરી હતી.
સૌથી સુરક્ષિત વિસ્તારમાં સુરક્ષા ચૂક
અજીત ડોભાલ દિલ્હીના સૌથી સુરક્ષિત વિસ્તાર લુટિયંસ ઝોનના 5 જનપથ બંગલામાં રહે છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલ અહીં રહેતા હતા. ડોભાલના બંગલાની પાસે જ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો બંગલો પણ છે. ડોભાલને z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષા CISFના કમાન્ડો કરે છે.
ડોભાલે કર્યું હતું સર્જિકલ સ્ટ્રાઈકનું પ્લાનિંગ
2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સરકારના કહેવાથી ડોભાલે જ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઈકનું પ્લાનિંગ કર્યું હતું. જે બાદ 26 ફેબ્રુઆરી 2019નાં રોજ ઈન્ડિયન એરફોર્સના ફાઈટર પ્લેન્સે LoC ક્રોસ કરીને બાલાકોટમાં આતંકી ઠેકાણાંને નષ્ટ કરી દીધા હતા.
Advertisement
Tags :
Advertisement

.