Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાજોલના જન્મદિવસ પર અજય દેવગણે શેર કર્યો આ વિડીયો, ચાહકોએ કહ્યું 'બીવી કા ડર'

અજય દેવગને તેની પત્ની કાજોલના જન્મદિવસ પર તેનો એક સુંદર વિડીયો પોસ્ટ કર્યો છે.  સાથો જ બર્થ-ડે પર કાજોલના ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે પરંતુ પતિ અજયનો આ વીડિયો પણ ઘણો ખાસ છે. પત્ની કાજોલના 48માં જન્મદિવસ પર અજય દેવગને અભિનેત્રીનો એક સુંદર વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં કાજોલ રેડ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી છે. અજય દેવગન ક્યારેક સુંદર પોસ્ટ અને ક્યારેક વિડીયો શ
કાજોલના જન્મદિવસ પર અજય દેવગણે શેર કર્યો આ વિડીયો  ચાહકોએ કહ્યું  બીવી કા ડર
અજય દેવગને તેની પત્ની કાજોલના જન્મદિવસ પર તેનો એક સુંદર વિડીયો પોસ્ટ કર્યો છે.  સાથો જ બર્થ-ડે પર કાજોલના ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે પરંતુ પતિ અજયનો આ વીડિયો પણ ઘણો ખાસ છે. 
પત્ની કાજોલના 48માં જન્મદિવસ પર અજય દેવગને અભિનેત્રીનો એક સુંદર વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં કાજોલ રેડ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી છે. અજય દેવગન ક્યારેક સુંદર પોસ્ટ અને ક્યારેક વિડીયો શેર કરીને પત્ની કાજોલ સાથે તેની હેપી મુવમેન્ટ શેર કરે છે. 
અજય દેવગણના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયો શરૂઆતમાં કાજોલનો ઇનકમિંગ કોલ આવે  છે. વિડીયોમાં પહેલા અજયના ફોનની સ્ક્રીન દેખાય છે, પછી અજય આ કોલ રિસીવ કરે છે, પરંતુ તે પછી ફોનની સ્ક્રીન કાજોલના ગ્લેમ લુક જોવા મળે છે.  અજયે આ પોસ્ટમાં એક ફની કેપ્શન પણ લખ્યું છે, જ્યારે તે મને કૉલ કરે છે, હું
તેનો કોલ ક્યારેય ઉપાડવાનું મિસ કરતો નથી... હેપ્પી બર્થ ડે કાજોલ...''આને કહેવાય પત્નીનો ડર...'
કાજોલના આ વિડીયો માટે કોમેન્ટ સેક્શનમાં ફેન્સની ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, 'સર જી, આને કહેવાય પત્નીનો ડર'. અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'હા કારણ કે જો તમે ફોન નહીં ઉપાડો તો તમારી પત્ની ગુસ્સે થઈ જશે.' આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. કાજોલ અને અજય અવારનવાર તેમની રિયલ લાઈફ કેમિસ્ટ્રીના ફની વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. 
Advertisement

અગાઉ પણ અજય દેવગણે #WorldListeningDay ના અવસર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં કાજોલ ફાસ્ટ ફોરવર્ડ વિડીયોમાં નોનસ્ટોપ બોલી રહી છે અને અજય મૌન બની સાંભળીને આરામથી કોફીનો આનંદ માણી રહ્યો છે. અજય અને કાજોલ વર્ષ 1999માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને એક પુત્ર યુગ દેવગન અને પુત્રી નાયસા દેવગન છે. કાજોલ અને અજય છેલ્લે તાનાજી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2020માં બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં અજય દેવગનને આ ફિલ્મ માટે  બેસ્ટ એક્ટરનો પુરસ્કાર પણ મળ્યો હતો. 
Tags :
Advertisement

.