Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીની હવામાં દૂષિત ઘટકોની હવે ચોક્કસ માત્રા જાણી શકાશે

દિલ્હીમાં વધતી  હવા પ્રદૂષણની સમસ્યાના નિવારણ માટે સરકાર ઘણાં પગલાં ભરી રહ્યી છે. આ માટે હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી કાનપુરની એક ટીમની પણ મદદ લેવાઇ રહ્યી છે. આ સંસ્થાની આગેવાની હેઠળ દિલ્હીમાં  હવે હવાના પ્રદૂષકો માટે સ્ત્રોત વિભાજન  અંગેનો એક પ્રોજેક્ટ ચાલુ કરાયો છે.'રીઅલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સ્ટડી એન્ડ પોલ્યુશન ફોરકાસ્ટિંગ' નામના આ પ્રોજેક્ટને ગયા વર્ષે દિલ્àª
દિલ્હીની હવામાં દૂષિત ઘટકોની હવે  ચોક્કસ માત્રા જાણી શકાશે
દિલ્હીમાં વધતી  હવા પ્રદૂષણની સમસ્યાના નિવારણ માટે સરકાર ઘણાં પગલાં ભરી રહ્યી છે. આ માટે હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી કાનપુરની એક ટીમની પણ મદદ લેવાઇ રહ્યી છે. આ સંસ્થાની આગેવાની હેઠળ દિલ્હીમાં  હવે હવાના પ્રદૂષકો માટે સ્ત્રોત વિભાજન  અંગેનો એક પ્રોજેક્ટ ચાલુ કરાયો છે.'રીઅલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સ્ટડી એન્ડ પોલ્યુશન ફોરકાસ્ટિંગ' નામના આ પ્રોજેક્ટને ગયા વર્ષે દિલ્હી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી સરકારે આ અભ્યાસ માટે સરકારે  IIT-કાનપુર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

 આ અભ્યાસના તારણોથી શું થશે ફાયદા ?
આ પ્રોજેક્ટ શહેરમાં હવાના પ્રદૂષકોના સ્ત્રોતોને નિર્ધારિત કરવામાં મદદ કરશે. તે દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં વાહનોના ઉત્સર્જન, બાયોમાસ સળગાવવા, સ્ટબલ સળગાવવા, ધૂળ અને ઔદ્યોગિક ઉત્સર્જન જેવા વિવિધ સ્ત્રોતો મારફતે  કેટલું પ્રદૂણ ફેલાય છે તે માટેના આંકડાઓ મેળવી શકાય છે. જેનાથી ખરેખર કોણ વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે તે અંગે જાણી શકાશે. આ અભ્યાસના તારણોથી હવાના પ્રદૂષણ પર કલાકદીઠ, દૈનિક અને સાપ્તાહિક આગાહી કરી શકાશે.દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ  આ પ્રોજેક્ટની નોડલ એજન્સી  છે. IIT-દિલ્હી, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મોહાલી  પણ  આ રિસર્ચ પ્રોજેક્ટની ટીમમાં  જોડાયેલા છે. 

TERI આ વર્ષે વાયુ ઉત્સર્જનની નવી યાદી તૈયાર કરી રહી છે
વાયુ પ્રદૂષણની આગાહી કરવા માટે TERI આ વર્ષે  વાયુ ઉત્સર્જનની નવી યાદી તૈયાર કરી રહી છે. ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થાએ  સચોટ વાયુ પ્રદૂષણ આગાહી પ્રણાલી  વિકસાવવા માટે 2018માં  દિલ્હી માટે એક ઉત્સર્જન ઇન્વેન્ટરી એટલે કે યાદી તૈયાર બનાવી હતી. જેનો ઉપયોગ એક ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં હવા પ્રદૂષકોની માત્રા દર્શાવવાનો હતો.  આ વર્ષે બનનારી નવી ઇન્વેન્ટરી અપડેટેડ, એડવાન્સ્ડ બનશે.

સરકાર આગામી સાત દિવસમાં પ્રદૂષણની આગાહી પ્રમાણે નિર્ણય લેશે
મંગળવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં IIT-કાનપુરની ટીમે દિલ્હી સરકારને પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. દિલ્હી પર્યાવરણ મંત્રીના સલાહકાર રીના ગુપ્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, "સરકાર આગામી સાત દિવસમાં પ્રદૂષણની આગાહી પ્રમાણે શાળા બંધ કરવા, બાંધકામ સાઇટ પર પ્રતિબંધ, જેવા નિતિગત નિર્ણયો લેશે. જ્યાં સુધી નવી સચોટ આગાહી ન આવે તેયાં સુધી સરકાર પાછલા વર્ષોના અનુભવના આધારે નિર્ણયો લેવા માટે બંધાયેલી છે."
Advertisement
Tags :
Advertisement

.