Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતને હવે યુદ્ધ માટે તમામ રીતે તૈયાર રહેવું, વાયુસેનાના પ્રમુખના નિવેદનથી હડકંપ

રશિયા અને યુક્રેન પછી વિશ્વભરમાં ત્રીજા વિશ્વયુદ્ધની ચર્ચા ચાલી રહી છે. રશિયાની પરમાણુ યુદ્ધની ધમકીના પગલે વારંવાર ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય વાયુ સેનાના પ્રમુખે યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાયુસેનાના પ્રમુખ વી.આર.ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે, હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે જેના પગલે ભારતીય વાયુસેનાએ ઓછા સમયમાં વધારે તૈયા
10:33 AM Apr 28, 2022 IST | Vipul Pandya

રશિયા અને યુક્રેન પછી
વિશ્વભરમાં ત્રીજા વિશ્વયુદ્ધની ચર્ચા ચાલી રહી છે. રશિયાની પરમાણુ યુદ્ધની ધમકીના
પગલે વારંવાર ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય વાયુ
સેનાના પ્રમુખે યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાયુસેનાના પ્રમુખ
વી.આર.ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે, હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે જેના પગલે
ભારતીય વાયુસેનાએ ઓછા સમયમાં વધારે તૈયારી કરવાની ફરજ પડી રહી છે. એક સંમેલનમાં
નિવેદન આપતા આર.વી.ચૌધરીએ કહ્યું કે, ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. વિશ્વના દેશો સાથે તણાવ અને લદ્દાખ જેવા મુદ્દે લાંબા સમયથી ચાલનારા તણાવ સાથે લડવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
ઉલ્લેખનિય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા
સમયથી પૂર્વ લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે. 
જો કે બંને દેશો દ્વારા અનેક વખત સૈન્ય અને રાજનૈતિક ચર્ચા થયા બાદ બંને
દેશોએ પોતપાતની સેનાને હટાવી છે.

javascript:nicTemp();

ભારતીય વાયુ સેનાના હાલના અનુભવ અને હાલની
પરિસ્થિતિને જોતા તમામ તૈયારીઓ સાથે હંમેશા તૈયાર રહેવું જોઈએ. ભારતે હવે તમામ
પ્રકારના તણાવ અને ગમે તે પરિસ્થિતિ સામે લડવા માટે રણનીતિ સાથે પ્લાન બનાવીને
તૈયાર રહેવું જોઈએ. ઓછામાં ઓછા સયમમાં મોટા તણાવ અથવા તો કોઈપણ સંકટ સામે લડવા
માટે જો પહેલા તૈયારી કરવામાં આવી હશે તો વધારે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
નવા અભિગમો, નવા પ્લાન, નવી રણનીતિ માટે મોટા ફેરફાર કરવાની પણ ખુબ જરૂરીયાત છે. 
વાયુસેના પ્રમુખે વિશ્વમાં આવી પડેલી આ સ્થિતિને
વિસ્તૃત રીતે કોઈ જાણકારી આપી નથી. પરંતુ તેમના નિવેદન રશિયા યુક્રેન યુદ્ધ અને
તેના દ્વારા વિશ્વમાં જે માહોલ પેદા થયો છે તેના સંદર્ભમાં જોવામાં આવે છે.
પ્રમુખે કહ્યું છે કે, આ પરિસ્થિતિ કે તણાવ સાથે લડવા માટે સર સામગ્રીની મદદ કરવી
તે પણ એક મુશ્કેલ કામ હશે. આવા અભિયાનો માટે સામાનને જોડવા અને તેના પરિવહનને સરળ
બનાવવાની આવશ્યક્તા છે.

javascript:nicTemp();

દેશના આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવા માટે
મહત્વપૂર્ણ ઘટકો અને સ્વદેશીકરણ માટે એક કાર્ય યોજના બનાવવાની પણ ખુબ જ જરૂર છે.
પ્રમુખે રોડ, પાણી અને હવાઈ રસ્તા દ્વારા તમામ પ્રકારના સેના સાધનોનું પરિવહન કરી
શકાય તે માટે આગામી તૈયારી કરી તેના પર કામ કરવા માટેની પણ ભલામણ કરી અને કહ્યું
કે હવે આપણે ભારતને મજબૂત કરવા માટે ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડીને કામ
કરવું પડશે. 
વાયુસેનાના પ્રમુખના આ નિવેદન બાદ દેશભરમાં ચર્ચા જાગી છે. વાયુસેનાના પ્રમુખે ભારતને
કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે પહેલાથી તૈયારી કરવાની સલાહ આપી છે. ભારતે યુદ્ધ
અને તણાવ જેવી પરિસ્થિતિ માટે તમામ પ્રકારે તૈયાર રહેવું જરૂરી છે અને તેના માટે
બનતી રણનીતિ બનાવી રાખવાનું આહ્વાન કર્યું છે. 

Tags :
AirForcechiefGujaratFirstIndiawarVRChaudhary
Next Article