પઠાનના સમર્થનમાં આવ્યા અમદાવાદી, ફિલ્મના પોસ્ટર સાથે પહોંચી કાપી કેક
દેશભરમાં પઠાન (Pathaan) ફિલ્મનો ખૂબ જ વિરોધ થયો તેમ છતા આજે આ ફિલ્મ વિશ્વભરના 7700 સ્ક્રીનો પર રિલીઝ થઇ ચુકી છે. જેટલો આ ફિલ્મને લઇને વિરોધ જોવા મળ્યો છે, તેટલા જ તેના સમર્થનમાં લોકો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ પઠાનના સમર્થનમાં અમદાવાદમાં લોકો સિનેમાઘરની બહાર જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ શાહરૂખ ખાનના ફેન છે જેઓ 'ટીમ SRK વોરિયર્સ' પોસ્ટર્સ લઇને પઠાન ફિલ્મ જોવા માટે આવ્યા àª
દેશભરમાં પઠાન (Pathaan) ફિલ્મનો ખૂબ જ વિરોધ થયો તેમ છતા આજે આ ફિલ્મ વિશ્વભરના 7700 સ્ક્રીનો પર રિલીઝ થઇ ચુકી છે. જેટલો આ ફિલ્મને લઇને વિરોધ જોવા મળ્યો છે, તેટલા જ તેના સમર્થનમાં લોકો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ પઠાનના સમર્થનમાં અમદાવાદમાં લોકો સિનેમાઘરની બહાર જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ શાહરૂખ ખાનના ફેન છે જેઓ 'ટીમ SRK વોરિયર્સ' પોસ્ટર્સ લઇને પઠાન ફિલ્મ જોવા માટે આવ્યા છે. તેટલું જ નહીં શાહરૂખ ખાન (Shahrukh Khan) ના આ ફેન તેની પઠાન ફિલ્મના પોસ્ટરવાળી કેક લઇને પહોંચ્યા અને ફિલ્મની ઉજવણી કરી હતી.
અમદાવાદમાં 'ટીમ SRK વોરિયર્સ' ફિલ્મના સમર્થનમાં
ભારતમાં ફિલ્મના વિરોધમાં શરૂઆતી વિરોધ બાદ થિયેટરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારતમાં પઠાન ફિલ્મનો પહેલો શો સવારે 6 વાગ્યે શરૂ થયો. અમદાવાદમાં પણ ઘણા થિયેટર્સની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદના સિટિ ગોલ્ડ થિયેટરની બહાર મોટી સંખ્યામાં શાહરૂખના ફેન જોવા મળ્યા હતા, જેઓ ફિલ્મ અને શાહરૂખના સમર્થનમાં પઠાન ફિલ્મનું પોસ્ટર લઇને આવ્યા છે. આ ફેન 'ટીમ SRK વોરિયર્સ' પોસ્ટર્સ લઇને આવી છે અને ફિલ્મનું સમર્થન કરતા કેક પણ કાપી હતી. જોકે, ફિલ્મનો હજુ પણ ઘણો વિરોધ થઇ રહ્યો છે.
કર્ણાટકમાં પઠાનનો વિરોધ
કર્ણાટકના કાલબર્ગીમાં પઠાન ફિલ્મની સ્ક્રીનિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધીઓએ શેટ્ટી થિયેટરની સામે ફિલ્મનો વિરોધ કર્યો હતો. તમામ થિયેટરોની બહાર પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં વિરોધીઓએ પઠાનના પોસ્ટરો પણ સળગાવ્યા. જણાવી દઇએ કે, કર્ણાટકના બેલાગવી જિલ્લામાં, સ્વરૂપ થિયેટરની સામે પઠાન ફિલ્મના પ્રકાશનનો પણ વિરોધ છે. તરફી -હિન્દુ કાર્યકરોએ ફિલ્મના પોસ્ટરોને સ્વરૂપ થિયેટરની બહાર ફાડી નાખ્યા અને તેમને બાળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાર્યકર્તાઓની અટકાયત કરી.
Advertisement
#WATCH | Karnataka: VHP (Vishwa Hindu Parishad) supporters protest against the release of Shah Rukh Khan's movie 'Pathaan' in Bangalore, burn posters pic.twitter.com/K5L2xB4xBl
— ANI (@ANI) January 25, 2023
ફિલ્મમાં સલમાન ખાન કેમિયોમાં જોવા મળશે
શાહરૂખ ખાને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનથી કમબેક કર્યું છે. દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ YRFના સ્પાય યુનિવર્સનો ભાગ છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરી રહ્યા છે. ફિલ્મમાં હૃતિક રોશન પણ કેમિયોમાં દેખાશે કે કેમ તે જોવાનું બાકી છે કારણ કે વોર પણ ટાઇગર અને પઠાનના સ્પાય યુનિવર્સનું છે. વળી, ચાહકો સોશિયલ મીડિયા પર તેનો રિવ્યૂ શેર કરી રહ્યા છે અને ચાહકોને વિનંતી કરી રહ્યા છે કે તેઓ ફિલ્મને ખોટી રીતે પ્રેસન્ટ ન કરે.
ફિલ્મના OTT રાઇટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાયા
સમાચાર અનુસાર, ફિલ્મના OTT રાઇટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાયા છે. જ્યાં સુધી બોક્સ office કલેક્શનની વાત છે, બોલિવૂડ હંગામાએ તેના એક અહેવાલોમાં કહ્યું છે કે ફિલ્મના પહેલા દિવસની કમાણી 40 કરોડથી વધુ હશે. બીજા અહેવાલ મુજબ, આ ફિલ્મ પ્રથમ દિવસે 42 થી 50 કરોડની વચ્ચે બિઝનેસ કરશે. પઠાન ફિલ્મ ભારતમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં 5200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે 2500 સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મ કુલ 7700 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે જે તેની ટાઇગર સિરીઝ સાથે સંબંધિત છે.
ફિલ્મ 'પઠાન'માં 10 સીન કટ કરાયા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBFC એ ફિલ્મ 'પઠાન'માં 10 કટ કર્યા છે અને તે પછી તેણે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું છે. સર્ટિફિકેટ મુજબ આ ફિલ્મની લંબાઈ 146 મિનિટ છે, એટલે કે 'પઠાન' 2 કલાક 26 મિનિટની ફિલ્મ છે. 'બેશરમ રંગ' ગીતના રિલીઝ પછી ખૂબ જ હંગામો મચાવનાર કેસરી બિકીની સીનને પણ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ગીતમાંથી દીપિકાના શરીરના ક્લોઝ-અપ શોટ્સ, 'બહુત હી તંગ કિયા'ના શબ્દો દરમિયાન બોલ્ડ ડાન્સ મૂવ્સ અને વાંધાજનક સાઈડ પોઝ દૂર કરવામાં આવ્યા છે.
બુકિંગની કમાણી?
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, રિપોર્ટ્સ એવો દાવો કરી રહી છે કે ફિલ્મે એડવાન્સ બુકિંગમાં રૂ.24 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને રૂ.25 કરોડની નજીક પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી શકે છે. આ ફિલ્મ અઠવાડિયાના દિવસે એટલે કે રજા સિવાયના દિવસે રિલીઝ થઈ રહી છે. જોકે, ફિલ્મને 5 દિવસનો વીકેન્ડ મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે જ 40-50 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે જ્યારે તેનું વીકએન્ડ કલેક્શન 150-200 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. વળી, બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાનની પ્રથમ દિવસની કમાણીના સંદર્ભમાં બાહુબલી 2 ના હિન્દી સંસ્કરણનો રેકોર્ડ તૂટે તેની પૂરી સંભાવના છે. બાહુબલી 2 ની શરૂઆત લગભગ 41 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો - રિલીઝ પહેલા વિદેશમાં કરોડોની કમાણી કરી રહી છે 'પઠાન'
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ