Ahmedabad: રોંગ સાઈડવાળાઓ હવે ટાયર ફાટ્યું સમજો
રાજ્યભરમાં હાલમાં ટ્રાફિક અંગે વિવિધ મુહિમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સાથે મળીને એક અનોખી કામગીરી હાથ ધરી છે. જેમાં રોંગ સાઈઢ વાહન ચલાવનારની ખેર નહીં. જેમાં જો રોંગસાઈડ આવશે તો વાહનના ટાયર ફાટી શકે...
રાજ્યભરમાં હાલમાં ટ્રાફિક અંગે વિવિધ મુહિમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સાથે મળીને એક અનોખી કામગીરી હાથ ધરી છે. જેમાં રોંગ સાઈઢ વાહન ચલાવનારની ખેર નહીં. જેમાં જો રોંગસાઈડ આવશે તો વાહનના ટાયર ફાટી શકે છે. AMC અને ટ્રાફિક પોલીસે રસ્તા પર ટાયર કિલર નાખ્યા છે. જેનાથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોએ ચેતીને રહેવાની જરૂર ચે. હાલમાં નવીનત્તમ અભિગમના ભાગરૂપે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક યોગ્ય રીતે કામ કરે તે માટે વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
Advertisement