સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોલીસકર્મીનું દુષ્કર્મ, અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપી
અમદાવાદ શહેરમાં વધુ એક સગીરા હવસનો ભોગ બની છે. જો કે આ વખતે આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ કાયદાના રખેવાળ પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં વટવા પોલીસે અઢી વર્ષ બાદ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોક્સો હેઠળ ફરિયાદનારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અનિલ લાઘવા સામà
Advertisement
અમદાવાદ શહેરમાં વધુ એક સગીરા હવસનો ભોગ બની છે. જો કે આ વખતે આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ કાયદાના રખેવાળ પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં વટવા પોલીસે અઢી વર્ષ બાદ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોક્સો હેઠળ ફરિયાદ
નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અનિલ લાઘવા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપી નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો આરોપી સામે 19 વર્ષીય પોલીસકર્મીની દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી પોલીસકર્મી અને ફરિયાદીના માતા એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે સગીરાની માતાએ આરોપી સાથે તેમની દીકરીની સગાઈ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ સમયે આરોપી અને સગીરા બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી સગીરાને સ્કૂલ ટાઈમમાં અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો.
માતાની રજૂઆત છતા કાર્યવાાહી ના થઇ
સગીરાના પરિવારજનોએ સગાઈ નક્કી કરવાનું કહેતા આરોપી અનિલે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં આરોપી સગીરાના અંગત પળોના ફોટો વાયરલ કરવાાની તથા તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપતો હતો. ઉપરાંત સગીરાની માતાની વર્ધી ઉતારી નાંખવાની પણ ધમકી આપતો હતો. સગીરાના માતાએ અગાઉ નારોલ અને વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. અંતે વટવા પોલીસે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ..
હાલ તો વટવા પોલીસે કોન્સ્ટેબલ અનિલ લાધવા સામે ગુનો નોંધી ધરપકડ માટેની તૈયારીઓ હાથ ધરી છે. જો કે આરોપી હાલ ફરાર હોવાનું પોલીસ કહી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપીઓને પકડતી પોલીસ આરોપી પોલીસકર્મીને પકડવામાં કેટલી જલ્દી સફળ થાય છે.