Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડરો સામે લાલ આંખ,બાંધકામ સાઈટ માટે કડક નિયમો દાખલ કર્યા

અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણ અને રોડ પર ઉડતી ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે...હવાના પ્રદૂષણને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે...રજા ચિઠ્ઠી મુજબ જો બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા ઉડતી ધૂળના કારણે પ્રદુષણ અને સલામતીના પગલા ન લેવાય તો બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી દેવાની રહેશે તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છà
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડરો સામે લાલ આંખ બાંધકામ સાઈટ માટે કડક નિયમો દાખલ કર્યા
અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણ અને રોડ પર ઉડતી ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે...હવાના પ્રદૂષણને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે...રજા ચિઠ્ઠી મુજબ જો બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા ઉડતી ધૂળના કારણે પ્રદુષણ અને સલામતીના પગલા ન લેવાય તો બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી દેવાની રહેશે તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે....
શહેરમાં ચાલતી બાંધકામ સાઈટો  પર ઉડતી ધૂળો અને રોડ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા વાહનો દ્વારા ધૂળ ઉડવા સહિતના પ્રદૂષણને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે સૂચના આપી છે...
મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા એસ્ટેટ વિભાગને જાણવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત માલિક અને એન્જીનીયરની છે...જેમાં બાંધકામ ડીમોલીશનની પ્રવૃતિ થતી હોય તે જગ્યા પર હવા પ્રદૂષણ થાય નહિ તથા તેમજ રોડ પર માટી ન ફેલાય તેમજ આજુબાજુની મિલકત વ્યક્તિ ને નુકશાન થાય નહિ તે માટે તરત ભાગરૂપે બાંધકામ સ્થળ ૫૨ નીચે દર્શાવ્યા મુજબનાં પગલા જે-તે બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા પગલા લેવામાં આવવા જોઈએ અને તેનું પાલન થવું જોઇએ 
- ચાલુ બાંધકામની સાઈટ ઉપર રજાચિઠ્ઠીમાં જણાવેલી શરત મુજબ પ્લોટની હદે સલામતી હેતુસર બેરીકેડ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે..
- ઉપરાંત ઊડતી ધુળ અટકાવવા માટે બાંધકામની ઊંચાઈનાં સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઇ સુધીના પડદા વિન્ડશિલ્ડ બેરીકેટીગની વ્યવસ્થા કરાવવાની રહેશે..
- ચાલુ બાંધકામની સાઈટ ઉપર ઈમારતી માલસામાન કાટમાળનાં કારણે ધુળ રજકણો ઉડે નહી તે માટે સાઇટ તથા લુઝ મટીરીયલ યોગ્ય કપડા ઢાંકી શકાય તેવા મટીરીયલ્સ વડે વ્યવસ્થિત ઢાંકેલા રાખવાના રહેશે...
- તેમજ વાતાવરણમાં ભળી નુકશાન કરતા ડસ્ટ લુઝ મટીરીયલ્સના ઉડતા રજકણો વાળી જગ્યામાં પાણીનો છંટકાવ કરી યોગ્ય રીતે ઢાંકીને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે..
- બાંધકામની સાઈટ ઉપર આંતરિક અવર-જવર માટેનાં રસ્તાઓ યોગ્ય પેવીંગ કરેલા હોય તે સુનિશ્ચત કરાવવાનુ રહેશે...
- ખોદાણ ચાલુ હોય તેવી સાઈટો ઉપર તથા ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ટ્રક વ્હીકલના ટાયરોમાં ચોંટેલી કિચડ માટીના કારણે રસ્તા પર પણ તે વાહનો જતા રોડ પર માટીના કારણે અસ્વચ્છતા થાય નહિ તે માટેનું ખાસ ધ્યાન રાખીને યોગ્ય જોગવાઇ કરાવવાની રહેશે...
- જાહેર રસ્તા પરથી બાંધકામની સાઇટ પર તેમજ બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલ ડમ્પરો, ભારે ટ્રક સહિતના સાધનો વાહનો વગેરેના ટાયર પૈડાના ધોવાની સફાઇની પુરતી વ્યવસ્થા સ્થળે કરાવાની રહેશે...
- તેમજ આવા વાહનોને કારણે મ્યુનિસિપલ રસ્તા તથા ફુટપાથ વગેરે મ્યુનિસિપલ મિલક્તને નુકશાન થાય નહિ તેની તકેદારી રાખવાની રહેશે 
- બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા મજુરો માટે સેનીટેશન વ્યવસ્થા,  હંગામી આવાસો , રાંધણગેસ ની વ્યવસ્થા કરાવવાની રહેશે...
- કીચનવેસ્ટ વગેરેના યોગ્ય નિકાલ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે..
- બેઝમેન્ટના ખોદાણકામ બાંધકામ દરમ્યાન સલામતીને ધ્યાને લઇ યોગ્ય રીતે Shoring/Shuttering સ્થળ સ્થિતિ અનુસંધાને જરૂરીયાત મુજબની કાર્યવાહી કરાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે...
- Excavated Earth/Topsoilનો ઉપયોગ મહદ્અંશે પ્લોટમાં થાય તે સુનિશ્ચિત કરાવવાનું રહેશે....
- બિલ્ડીંગ મટીરીયલ્સ કે અન્ય માલસામાન કાટમાળ વગેરે પ્લોટની બહાર કે રસ્તા પૈકીની જગ્યા ઉપર મૂકવામાં આવે નહિ તેની તકેદારી રાખવાની રહેશે...
- Construction debries (કાટમાળ), C&D wasteનો નિકાલ Designated collection Centreમાં જ કરવાનું રહેશે...
જો આ તમામ નિયમોનું પાલન થાય તો બાંધકામની પ્રવૃતિ આસપાસ વસતા લોકો  તેમજ આસપાસથી પસાર થતા લોકો માટે અગવડરૂપ ન બને, પરંતુ સવાલ એ છે કે શું આ નિયમો માત્ર કાગળ પર જ બની રહેશે કે કે પછી તેનું પાલન થશે 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.