ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચાની કિટલી પર વપરાતા પેપર કપ પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને મુક્યો પ્રતિબંધ, 20 તારીખ બાદ પકડાશે તો એકમ સીલ થશે

અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે પેપર કપ જોવા નહીં મળે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આગામી 20 જાન્યુઆરી સુધી અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશન સમજાવટથી કામ લેશે અને કિટલીધારકોને પેપરકપનો ઉપયોગ ન કરવા માટે સમજાવશે.. જો આમ છતા પણ પેપરકપનો ઉપયોગ બંધ કરવામાં નહીં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે તે એકમને સીલ કરવાની કાર્યવàª
02:42 PM Jan 16, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે પેપર કપ જોવા નહીં મળે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આગામી 20 જાન્યુઆરી સુધી અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશન સમજાવટથી કામ લેશે અને કિટલીધારકોને પેપરકપનો ઉપયોગ ન કરવા માટે સમજાવશે.. જો આમ છતા પણ પેપરકપનો ઉપયોગ બંધ કરવામાં નહીં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે તે એકમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
પિરાણા ડમ્પીંગ સાઇટ પર પેપર  કપના જંગી જથ્થાનો વેસ્ટ ઉભો થઇ રહ્યો છે. આ ડમ્પીંગ સાઇટ પર રોજના 25 લાખ જેટલા પેપર કપનો વેસ્ટ ઠલવાઇ રહ્યો છે.. એટલું જ નહીં આવા પેપર કપ ગટરમાં ઠલવાવાને કારણે ગટર ચોક અપ થવાની સમસ્યા ઉભી થઇ રહી છે.જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે 
આ સાથે પાનના ગલ્લાવાળાઓ દ્વારા જે પ્લાસ્ટિકની પન્નીનો ઉપયોગ થાય છે તેના ઉપર પણ પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ SOGએ મેફેડ્રોન,ચરસ અને ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો, 93 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMCGujaratFirsthavebeenbannedpapercupsealingtea
Next Article