Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? જાણો

મુંબઈ (Mumbai)અમદાવાદ હાઈસ્પીડ ટ્રેન (High Speed Train)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલવે સમયાંતરે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે અપડેટ્સ આપતું રહે છે, જેથી અનુમાન લગાવી શકાય કે લોકોની રાહ ક્યારે પૂરી થવાની છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે25 કિલોમીટરથી વધુનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે.મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર અપડેટગુજરાતમાં, પ્રોજેક્
અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું  જાણો
મુંબઈ (Mumbai)અમદાવાદ હાઈસ્પીડ ટ્રેન (High Speed Train)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલવે સમયાંતરે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે અપડેટ્સ આપતું રહે છે, જેથી અનુમાન લગાવી શકાય કે લોકોની રાહ ક્યારે પૂરી થવાની છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે25 કિલોમીટરથી વધુનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર અપડેટ
ગુજરાતમાં, પ્રોજેક્ટ હેઠળ 25.28 કિમી વાયડક્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેકની સાથે બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે.
Advertisement

વાપીથી સાબરમતી સુધી બાંધકામ
વાપીથી સાબરમતી સુધીના 8 એચએસઆર સ્ટેશનનું કામ બાંધકામના વિવિધ તબક્કામાં છે.સાથે જ નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલનું કામ ચાલી રહ્યું છે.


બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટરનો
 મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટરનો છે અને તેમાંથી મોટા ભાગનો ગુજરાતમાં આવે છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), પ્રોજેક્ટની અમલીકરણ એજન્સી, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઈસરમાં નેટવર્ક વિકસાવવાની છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.