Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટાઈમ મેગેઝિનના 'વિશ્વના મહાનતમ સ્થળો-2022' માં અમદાવાદને મળ્યું સ્થાન

હેરિટેજ સિટી અમદાવાદમાટે વધઉ એક ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે. અમદાવાદ શહેરની શાન જ કંઇક અલગ છે. આ એક એવું શહેર જે સ્વતંત્રતા પુર્વે કપાસની મિલો અને કાપડ ઉદ્યોગોથી ધમધમતું હતું. આજે, તે ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અગાઉ ભારતનું માન્ચેસ્ટર કહેવાતા આ શહેરને 2017માં ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદ એક જીવંત સંસ્કૃતિ, કલા, પરંપરાઓ અને ઉત્સાહપà«
08:44 AM Jul 31, 2022 IST | Vipul Pandya
હેરિટેજ સિટી અમદાવાદમાટે વધઉ એક ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે. અમદાવાદ શહેરની શાન જ કંઇક અલગ છે. આ એક એવું શહેર જે સ્વતંત્રતા પુર્વે કપાસની મિલો અને કાપડ ઉદ્યોગોથી ધમધમતું હતું. આજે, તે ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અગાઉ ભારતનું માન્ચેસ્ટર કહેવાતા આ શહેરને 2017માં ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદ એક જીવંત સંસ્કૃતિ, કલા, પરંપરાઓ અને ઉત્સાહપૂર્ણ જીવન સાથે ધબકતું શહેર  છે.

આ શહેર સ્વાતંત્ર્ય સંગ્રામનું સાક્ષી  
આ કારણોથી TIME મેગેઝિન દ્વારા 'વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસિસ 2022'માં ભારતના એકમાત્ર 'યુનેસ્કો હેરિટેજ સિટી'નો કરાયો સમાવેશ કરાયો છે, સાબરમતી નદીના બે કાંઠે વસેલું અમદાવાદએ આધુનિકતા સાથે ભવ્ય ભૂતકાળના આકર્ષણનું સંગમ સ્થાન છે. સીદી સૈય્યદની જાળી પરની કોતરણીથી લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી અમદાવાદમાં તમામ સ્થળોનો સમન્વય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ આ શહેરની મહત્વની ભૂમિકા છે. મહાત્મા ગાંધીએ 12 માર્ચ, 1930ના રોજ સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 

અમદાવાદી સાડી હજુ પણ આશાવલી સાડી તરીકે  ઓળખાય છે
ખુબ ઓછા લોકો એ વાત જાણે છે કે 11મી સદીમાં શાસક આશા ભીલના નામ પરથી આ શહેરને આશાવલ પણ કહેવામાં આવતું હતું. સ્વદેશી અમદાવાદી સાડી હજુ પણ આશાવલી સાડી તરીકે ઓળખાય છે. આ વિસ્તાર હાલના જમાલપુર દરવાજા થઈને કેલિકો મિલ્સથી આસ્ટોડિયા દરવાજા સુધી વિસ્તરેલો છે જે આશા ભીલના ટેકરા તરીકે ઓળખાતું હતું . આશાવલી સાડીઓ વણાટનું કેન્દ્ર આજે અમદાવાદના કોટવાળા શહેરમાં આવેલું છે.
68 ટેન્ક ધરાવતી એક્વેટીક ગેલેરી ભારતમાં સૌથી મોટી
જૂના અમદાવાદ શહેરની પ્રખ્યાત હેરિટેજ વોક તમને પોળમાં લઈ જશે અને તમને જૂના શહેરના જીવનની ઝલક આપશે. તો સાથે જ, જૂના શહેરની કેટલીક ઇમારતોમાં ફ્રેન્ચ અને પર્શિયન સ્થાપત્યની ઝલક પણ જોઈ શકાય છે. ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નવા આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું નિર્માણ અંદાજિત ₹400 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વિવિધ દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને પ્રદર્શિત કરવા ₹ 260 કરોડના ખર્ચે બનેલ 68 ટેન્ક ધરાવતી એક્વેટીક ગેલેરી ભારતમાં સૌથી મોટી છે. સાથે જ તેમાં પાણીની અંદર ચાલવાનો અદભૂત માર્ગ બનાવવામાં આવ્યો છે જે મુલાકાતીઓને આકર્ષક અનુભવ આપે છે.

આકર્ષક જાપાનીઝ શૈલીનો ઝેન ગાર્ડન
રૂપિયા 127 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રોબોટીક ગેલેરી 11,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે જેમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ્સ છે. આ ગેલેરીમાં હ્યુમનોઈડ રોબોટ્સનો સમાવેશ થાય છે જે દેખાવમાં માનવ જેવા જ હોવાની સાથે આસપાસના લોકો સાથે વાતચીત પણ કરે છે. આજે બાળકો અને યુવાનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેની સાથે 20 એકરમાં ફેલાયેલા નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના કેમ્પસમાં આવેલી કાઈઝેન એકેડમી, એક આકર્ષક જાપાનીઝ શૈલીનો ઝેન ગાર્ડન ધરાવે છે. આ ગાર્ડન વિશે એક રસપ્રદ બાબત એ છે કે તેને અમદાવાદની પ્રાચીન અને આધુનિક એમ બે શહેર આધારિત આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. 
 
M.G હાઉસ એ અસલ ગુજરાતી ભોજનનો સ્વાદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ 
ઝેન ગાર્ડનથી 10 મિનિટ દૂર, તમને લો ગાર્ડન ખાતે સ્થાનિક કલા અને પરંપરાગત પોશાકનો ખજાનો જોવા મળશે. આ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન ભારતના વિવિધ ભાગોમાંથી હજારો લોકો ઉમટી પડે છે. જૂના શહેરમાં આવેલ M.G હાઉસ એ અસલ ગુજરાતી ભોજનનો સ્વાદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તે વિસ્તારની આસપાસ તમને 7 દાયકાથી વધુ સમયથી વિવિધ પ્રકારની મીઠાઈઓ વેચતી દુકાનો અને વિક્રેતાઓ જોવા મળશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પણ અમદાવાદમાં
તદ્ઉપરાંત એશિયાની શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાઓમાંની એક- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પણ અમદાવાદમાં છે. તેનું જૂનું કેમ્પસ પણ જોવા લાયક સ્થળ છે કારણ કે તે પ્રખ્યાત આર્કિટેક્ટ લુઇસ કાહ્ન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.મુલાકાત લેવા માટેના અન્ય સ્થળોમાં સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, પતંગ બજાર વગેરેનો સમાવેશ થાય છે.
Tags :
AhmedabadGujaratFirstheritagecityRankedTimeMagazine's'World'sGreatestPlaces-2022
Next Article