Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ છે દેશની સૈન્ય શક્તિની તાકાત, સેનાના જવાનોના અદ્ભુત કરતબો

અમદાવાદ સાબરમતી નદી ખાતે આજથી ડિફેન્સ એક્સપો 2022નું આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવવાના છે. સાબરમતી નદી પર સેનાના જવાનોનું એર-શોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું જેને જોવા માટે મોટી સંખ્યમાં લોકો ઉમટ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, પોરબંદરમાં ડિફેન્સ એક્સપો અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાવાના છે. નૌકાદળ, એરફોર્સ, આર્મીના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં àª
આ છે દેશની સૈન્ય શક્તિની તાકાત  સેનાના જવાનોના અદ્ભુત કરતબો
અમદાવાદ સાબરમતી નદી ખાતે આજથી ડિફેન્સ એક્સપો 2022નું આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવવાના છે. સાબરમતી નદી પર સેનાના જવાનોનું એર-શોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું જેને જોવા માટે મોટી સંખ્યમાં લોકો ઉમટ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, પોરબંદરમાં ડિફેન્સ એક્સપો અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાવાના છે. નૌકાદળ, એરફોર્સ, આર્મીના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.
ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ‘ડેફએક્સ્પો-2022’નું (DefExpo 2022) ગુજરાતના ગાંધીનગર ખાતે 18-22 ઓક્ટોબર 2022 દરમિયાન આયોજન થવાનું છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન રહેશે. ભારતીય સંરક્ષણ વિનિર્માણ કંપનીઓ દુનિયા સમક્ષ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરશે. શરૂઆતમાં ત્રણ બિઝનેસ દિવસ રહેશે અને ત્યારપછી 21-22 ઓક્ટોબર 2022 દરમિયાન જાહેર જનતા માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન રહેશે તેવી અપેક્ષા છે.
સાબરમતી નદી ખાતે ડિફેન્સ એક્સપોમાં 75 દેશ, 33 ફોરેન મિનિસ્ટર અને 1340 ભારતીય કંપનીઓ ભાગ લેવાના છે. આ એર શોને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એરફોર્સની આ તાકાત દુશ્મનોના દાંત ખાટા કરી દેશે. સેનાના જવાનોના અદ્ભુત કરતબો રજુ થયા હતા. એક્સ્પોમાં ભારતની સૈન્ય તાકાત જોઈ દુશ્મનો ભારતનું નામ નહી લે.
જુઓ Live..
Advertisement
Tags :
Advertisement

.