Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુખ્યાત ગેંગના સાગરીતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર કુખ્યાત ગેંગ વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મનીષ ગોસ્વામીએ ‘48 કલાકમાં રૂપિયા આપો નહીંતો જાનથી હાથ ધોવો પડશે’ તેવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી હતી.કેટલાક સમય અગાઉ જ્વેલર્સ પર ઘાત સમાન બની બેઠેલા વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો ફરી એક વખત શહેરમાં સક્રિય થયા હોય à
03:19 AM Apr 29, 2022 IST | Vipul Pandya
શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર કુખ્યાત ગેંગ વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મનીષ ગોસ્વામીએ ‘48 કલાકમાં રૂપિયા આપો નહીંતો જાનથી હાથ ધોવો પડશે’ તેવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી હતી.
કેટલાક સમય અગાઉ જ્વેલર્સ પર ઘાત સમાન બની બેઠેલા વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો ફરી એક વખત શહેરમાં સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોતાનો આતંક વર્તાવ્યો હતો. ચાંદખેડાના 22 વર્ષીય યુવકને ગત 7 તારીખના રોજ મનીષ ગોસ્વામી, અંકિત શાહ અને એક અજાણ્યા ઈસમે છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે ચાંદખેડા પોલીસને જાણ થતા પોલીસે 3 આરોપી વિરુદ્ધ લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળતા સુભાષ બ્રિજ નીચેથી આરોપી મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે.
જો ગુનાની હકીકત પર નજર કરીએ તો 22 વર્ષીય ફરિયાદીએ શેર બજારમાં રોકાણ માટે આ ગુનાના આરોપી અંકિત શાહને ટુકડે ટુકડે 42 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે આ રૂપિયા પરત માંગવામાં આવ્યા ત્યારે અંકિતે રોકાણમાં નુકશાન ગયુ હોવાનુ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1.25 કરોડની માંગ કરી હતી. અને તે ન આપતા ફરિયાદીની દુકાને આવી 4 લાખની કિમંતના 12 ચેક પર બળજબરીથી સહી કરાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. અને જ્યારે અંકિતને રૂપિયા ન મળ્યા ત્યારે મનીષ ગોસ્વામીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.
પકડાયેલા આરોપી મનીષ ગોસ્વામી વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા, લૂંટ સહિત 15 જેટલા બનાવોને અંજામ આપ્યો હતો. વર્ષ 2014 માં પકડાયા બાદ સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યો હતો. જોકે, વર્ષ 2020 ઓગસ્ટમાં જામીન પર છૂટ્યા પછી આ ગુનાને અંજામ આપ્યો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Tags :
AhmedabadCrimeBranchGujaratGujaratFirst
Next Article