અમદાવાદ સિવિલમાં ઉમદાકાર્ય, 24 કલાકમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન
અમદાવાદ સિવિલમાં 24 કલાકમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. આ સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે 'સેવાની શતાબ્દી' થઇ છે. ડિસેમ્બર 2021થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે. આ અંગોના પ્રત્યારોપણ થકી 90 લોકોને નવજીવન મળ્યું છે. જેમાં 51 કિડની, 29 લીવર, 5 સ્વાદુપિંડ, 6 હૃદય, 2 હાથ અને 6 જોડી ફેફસાનું દાન કà
11:49 AM Feb 06, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ સિવિલમાં 24 કલાકમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. આ સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે "સેવાની શતાબ્દી" થઇ છે. ડિસેમ્બર 2021થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે. આ અંગોના પ્રત્યારોપણ થકી 90 લોકોને નવજીવન મળ્યું છે. જેમાં 51 કિડની, 29 લીવર, 5 સ્વાદુપિંડ, 6 હૃદય, 2 હાથ અને 6 જોડી ફેફસાનું દાન કરવામાં આવ્યું છે. આ અતિ મહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડાતા અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ ગઇ અને તેમની વર્ષોની પીડાનો અંત આવ્યો છે.
2 બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. દાહોદના 30 વર્ષીય ચીમનભાઇ બારીયાનો 30 જાન્યુ.એ અકસ્માત થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ 31 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી. અને બ્રેઇનડેડ ચીમનભાઇની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી. તો 34 માં અંગદાનમાં 61 વર્ષીય અશોકભાઇ મારૂ ઘરે ઢળી પડતા 2જી ફેબ્રુઆરીએ ખાનગી હોસ્પિટલ બાદ 2જી ફેબ્રુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 4થી ફેબ્રુઆરીએ તેમનું પણ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અને સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અશોકભાઇના અંગોને પણ રીટ્રાઇવ કરી બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
3 મહિનાના ટૂંકાગાળામાં 105 અંગદાનની સફળતા
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોશી જણાવે છે કે, મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ જાય તેના કરતા કોઇ જરૂરિયાતમંદને અંગો ઉપયોગી થાય તે માટે અંગદાન જરૂરી છે. SOTTOની ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતા દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોરોના જેવી વિષમ પરિસ્થિતિમાં પણ 13 મહિનાના ટૂંકાગાળામાં 105 અંગદાનની સફળતા મળી છે. રાજ્યમાં અંગોનું વેઇટીંગ ઘટે, બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે અંગદાન માટેનો સેવાયજ્ઞ આદર્યો છે.
Next Article