ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શહેરની ટોપમોસ્ટ ગણાતી એજન્સીએ કાર્યશૈલી બદલી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ACP કક્ષાની એક પોસ્ટ હોય છે જે ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે આવી જ એક પોસ્ટ ઉપર બિરાજમાન અધિકારીની ગાંધીનગર ખાતે બદલી થોડાક મહિનાઓ પહેલા જ થઈ હતી. બાદમાં આ પોસ્ટ ઉપર બિરાજમાન થયેલા નવનિયુક્ત અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચના ઘણા ખરા નિયમો બદલી નાખ્યા છે અને ખરા અર્થમાં પોલીસિંગની કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે.નામચીન બુટલેગરો સામે શિકંજોસામાન્ય રીતે જોવા જà
01:07 PM Nov 29, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ACP કક્ષાની એક પોસ્ટ હોય છે જે ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે આવી જ એક પોસ્ટ ઉપર બિરાજમાન અધિકારીની ગાંધીનગર ખાતે બદલી થોડાક મહિનાઓ પહેલા જ થઈ હતી. બાદમાં આ પોસ્ટ ઉપર બિરાજમાન થયેલા નવનિયુક્ત અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચના ઘણા ખરા નિયમો બદલી નાખ્યા છે અને ખરા અર્થમાં પોલીસિંગની કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે.
નામચીન બુટલેગરો સામે શિકંજો
સામાન્ય રીતે જોવા જઈએ તો અમદાવાદ શહેર (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચને ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના નામથી પણ ઓળખવામાં આવે છે શહેરમાં બનતા એવા તમામ ગંભીર ગુનાઓ જે વણ ઉકેલાયેલા હોય તેને ઉકેલવાની જવાબદારી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની રહેતી જ હોય છે ત્યારે ઘણા લાંબા સમય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના નામચીન બુટલેગરો વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસવાની શરૂઆત કરી દીધી છે.
એજન્સીઓમાં પોલીસિંગ કામગીરી થઈ રહી છે
આમ તો કોઈ એક અધિકારીની બદલી થાય અને તેના સ્થાને અન્ય કોઈ અધિકારીની નિયુક્તિ થાય ત્યારે ઓફિસના દિવાલોના કલરથી માંડીને તમામ ફર્નિચર પણ બદલાઈ જતા હોય છે પરંતુ કામ કરવાની પદ્ધતિ પણ જરૂરથી બદલાય છે અને માટે જ ઘણા લાંબા સમય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા ફરી એક વખત પ્રોહીબિશનના ગુનાઓ દાખલ કરવાની શરૂઆત થઈ ગઈ છે કદાચ તેની પાછળનું એક બીજું કારણ આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી પણ હોઈ શકે છે પરંતુ કારણ કોઈ પણ હોય પરંતુ ખરા અર્થમાં પોલીસિંગની કામગીરી તો હવે એજન્સીઓમાં થઈ જ રહી છે તે સ્વીકારવું જ રહ્યું.
એજન્સીએ પોતાની કાર્યશૈલી બદલી
તાજેતરમાં જ શાહપુર મેટ્રો સ્ટેશન પાસે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં કરોડો રૂપિયા ની રકમ લૂંટાઈ હતી આ કેસની તપાસ શહેર ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. પોલીસને પ્રબળ શકયતાઓ હતી કે આ ગુનામાં છારા ગેંગના કેટલાંક લોકો સંડોવાયેલા છે અને ક્રાઈમ બ્રાન્ચ છે પણ છારા ગેંગના કેટલાક લોકોને રાઉન્ડઅપ પણ કર્યા હતાં. અને તમામ લોકોની ઘણાં બધા દિવસો સુધી કડકાઇ પૂર્વક પૂછ પરછ પણ કરવામાં આવી હતી.
આખરે જ્યારે ક્રાઈમ બ્રાન્ચને લૂંટમાં ગયેલો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા હાંસલ થઈ, ત્યારબાદ જ ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર રીતે પત્રકાર પરિષદ યોજી હતી અને આ પદ્ધતિ ઘણા વર્ષો પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અધિકારીઓ અપનાવતા હતા કે શહેરમાં કોઈપણ ગંભીર ગુનો બન્યો હોય તેમાં શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવતા અને તમામ લોકોની શામ,દામ, દંડ અને ભેદ નીતિ વડે પૂછપરછ કરવામાં આવતી હતી અને બાદમાં ગુન્હો ડિટેકટ કરવામાં આવતો હતો જેના લીધે આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને સજ્જડ પુરાવાઓ પણ મળી રહેતા હતા.
જેથી કરીને આરોપીઓને કોઈપણ પ્રકારની મળી રહેતી નહોતી ગુનેગારને વધુમાં વધુ સજા ભોગવવી પડતી હતી અને હવે આ જ પ્રકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે પોતાની કાર્યપદ્ધતિ અને કાર્ય શૈલીમાં પરિવર્તન લાવી દીધું છે અને કદાચ તેનું એક કારણ એ પણ હોય કે અધિકારીઓ બદલાય તેમની સાથે સાથે તેઓની કાર્યપદ્ધતિ અને કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર આવતો હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો - અમદાવાદમાંથી 14 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ, આ કારણે વેચતી હતી ડ્રગ્ઝ
Tags :
AhmedabadAhmedabadPoliceExclusiveGujaratFirstInvestigationTopmostAgency
Next Article