અમદાવાદમાં તળાવોનો વિકાસ તો થયો પરંતુ માત્ર કોર્પોરેશનના બજેટમાં!
અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવોનું નવિનીકરણ તેમજ તેને વધુ સારા બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાની ફાળવણી કરતું હોય છે. આવે છે. કોર્પોરેશને ફાળવેલા કરોડો રૂપિયા માત્ર કાગળ પર જ રહી જાય છે અને તળાવોની હાલત એવી જ બિસ્માર રહી જાય છે. તળાવોનું નવીનીકરણ અધ્ધરતાલશહેરના સોલા તળાવ,ચાંદલોડિયા તળાવ કે પછી ચાંદખેડા તળાવના નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો à
અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવોનું નવિનીકરણ તેમજ તેને વધુ સારા બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાની ફાળવણી કરતું હોય છે. આવે છે. કોર્પોરેશને ફાળવેલા કરોડો રૂપિયા માત્ર કાગળ પર જ રહી જાય છે અને તળાવોની હાલત એવી જ બિસ્માર રહી જાય છે.
તળાવોનું નવીનીકરણ અધ્ધરતાલ
શહેરના સોલા તળાવ,ચાંદલોડિયા તળાવ કે પછી ચાંદખેડા તળાવના નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે પરંતું માત્ર કાગળ પર જ. કોર્પોરેશને આ તળાવોનું નવીનીકરણ કર્યું નથી, અને છેવટે જનતાના ટેક્સના રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
ખારીકટ કેનાલ મુદ્દે વર્ષોથી મનપાની ઉદાસીનતા
આ સાથે ખારીકટ કેનાલ,ચંડોળા,શાસ્ત્રી તળાવના વિકાસ માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ એ ફાળવણી જાણે કાગળો પર જ થઈ હોય તેવી સ્થિતિ છે. આ વર્ષે રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં ખારીકટ કેનાલના વિકાસ માટે ૯૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
મનપા તંત્ર પાસે નથી જવાબ
આ પૂર્વેની રાજ્ય સરકારે ખારીકટ કેનાલના વિકાસ માટે 525.43 કરોડના ડિટેઈલ પ્રોજેકટનો રિપોર્ટ મંજૂર કરી 100 કરોડની રકમ સરકાર તરફથી ફાળવી હતી. આ રકમ કયાં ખર્ચ કરાઈ એનો મનપાના શાસકો પાસે કોઈ જવાબ નથી.
સમસ્યા ઠેરની ઠેર
ગત વર્ષના બજેટની વાત કરીએ તો સ્મર્ટસીટી બનાવવાની હરોળફાળમાં અમદાવાદ કોર્પોરેશને તળાવ નવીનીકરણ તેમજ ખારીકટ કેનાલ માટે પણ અલગ બજેટની ફાળવણી કરી હતી. આ બજેટ બાદ પણ કોઈ કામ કરવામાં આવ્યા
નહીં. હવે તળાવો અને કેનાલનું નવીનીકરણ ક્યારે કરાશે એ યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
Advertisement