જામનગરમાં કૃષિમંત્રી ટેકાના ભાવે થતાં ખરીદ કેન્દ્રોની મુલાકાતે, મૃતક ખેડૂતના વારસદારને આપ્યો ચેક
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે શનિવારે જામનગરના હાપા, જોડિયા અને ધ્રોલ એ.પી.એમ.સી ખાતે ચણાના ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જોડિયા, ધ્રોલ અને હાપા ખાતે માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે ચણા આપવા આવતા લાભાર્થી ખેડૂત ખાતેદારો સાથે મુલાકાત કરી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે થતી ખરીદનું અવલોકન કરી આગેવાનો અને કારà«
10:14 AM Apr 02, 2022 IST
|
Vipul Pandya
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે શનિવારે જામનગરના હાપા, જોડિયા અને ધ્રોલ એ.પી.એમ.સી ખાતે ચણાના ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જોડિયા, ધ્રોલ અને હાપા ખાતે માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે ચણા આપવા આવતા લાભાર્થી ખેડૂત ખાતેદારો સાથે મુલાકાત કરી હતી.
માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે થતી ખરીદનું અવલોકન કરી આગેવાનો અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે 1822 ખેડૂતો દ્વારા 75526 ગુણ અને 3776.300 મેટ્રિક ટન ચણાનું વેચાણ કરવામાં આવ્યું છે.
રાઘવજી પટેલે જામનગરના બેડ ગામના અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત નરોત્તમભાઈ વિરજીભાઈ સુનાગરાના વારસદાર હિરૂબેન નરોત્તમભાઈ સુનાગરાને વિમાની રકમનો ચેક અર્પણ કર્યો હતો. જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તો તેમના વારસદારને અકસ્માત વીમા યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ તકે વિવિદ હોદ્દેદારો, આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
Next Article