Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાના હાથ બાંધીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક એવી ઘટના બની છે કે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આગ્રામાં શુક્રવારે એક મહિલાને હાથ બાંધીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દેવાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહિલા એક યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓની સૂચના પર પોલીસ સ્ટેશન તાજગંજ ઘટનાસ્થળે પહોંચી હતà
02:34 PM Jun 25, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક એવી ઘટના બની છે કે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આગ્રામાં શુક્રવારે એક મહિલાને હાથ બાંધીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દેવાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહિલા એક યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓની સૂચના પર પોલીસ સ્ટેશન તાજગંજ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે મહિલાની ઓળખ રિતિકા તરીકે થઈ છે. તેણે જણાવ્યું કે રિતિકા વિપુલ અગ્રવાલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
તેણે જણાવ્યું કે વિપુલનો તેની પત્નીથી છૂટાછેડાનો કેસ પેન્ડિંગ છે. તેણે જણાવ્યું કે શુક્રવારે બપોરે 12 વાગ્યે તેના ફ્લેટમાં ત્રણ યુવકો અને બે મહિલાઓ આવ્યા હતા. તેણે જણાવ્યું કે એપાર્ટમેન્ટના લોકોએ કંઈક પડવાનો અવાજ સાંભળ્યો અને જ્યારે તેઓ બહાર આવ્યા તો તેમણે મહિલાને લોહીથી લથબથ પડી જોઈ અને પોલીસને જાણ કરી.
પોલીસે આ ગુનામાં કથિત રીતે સંડોવાયેલી બે મહિલાઓ સુનીતા અને સુશીલા સાથે આકાશ ગૌતમને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જણાવ્યું કે આ સાથે વિપુલને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે. લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિતિકા પર પણ મારપીટ કરવામાં આવી હતી. રિતિકાના ચહેરા પર કાપના નિશાન પણ છે. એવું લાગે છે કે તેને અગાઉ માર મારવામાં આવી હતી. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં લાશને નીચે ફેંકી દીધી હતી. જો કે આ મામલે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે તેવું પોલીસ કહી રહી છે.
Tags :
AgraGujaratFirstLiveinRelationshipUttarPradesh
Next Article