Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાની સામે જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિસાહ, 3 રેકોર્ડ કર્યા પોતાના નામે

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ બેંગ્લોરના મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દાવના આધારે 143 રનની લીડ મેળવી હતી. જસપ્રીત બુમરાહે આ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જસપ્રીત બુમરાહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં 5 વિકેટ લીધી છે. બુમરાહે ઇનિંગ્સની શરૂઆતમાં જ શ્રીલંકાના બેટ્સમેનોને ઝટકા આપવાનું શરૂ કર્યુ
શ્રીલંકાની સામે જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિસાહ  3
રેકોર્ડ કર્યા પોતાના નામે

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ બેંગ્લોરના
મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દાવના આધારે
143 રનની લીડ મેળવી હતી. જસપ્રીત બુમરાહે આ મેચમાં ઈતિહાસ રચ્યો છે.
તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
જસપ્રીત બુમરાહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં 5 વિકેટ લીધી છે. બુમરાહે ઇનિંગ્સની શરૂઆતમાં જ શ્રીલંકાના
બેટ્સમેનોને ઝટકા આપવાનું શરૂ કર્યું
, જેના પગલે
શ્રીલંકન ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી ન હતી અને
109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બુમરાહે 2018 પછી સૌથી વધુ પાંચ વિકેટ લીધી છે. તેણે આ મામલે ન્યૂઝીલેન્ડના ટિમ
સાઉથીની બરાબરી કરી લીધી છે.

Advertisement


બુમરાહે 300 વિકેટ પૂરી કરી

Advertisement

જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી લીધી છે. તેણે આ કારનામું શ્રીલંકા સામે કર્યું છે.
બુમરાહે ઘરઆંગણે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી છે. તો સાથે સાથે વધુ
એક સિદ્ધિ પોતાના નામે કરી છે. બુમરાહે
29 મેચોમાં પાંચ
વખત
8 વિકેટ લીધી છે. તે તેના યોર્કર બોલ માટે
જાણીતો છે. તેનામાં એટલી ક્ષમતા છે કે તે કોઈપણ પીચ પર
5 વિકેટ લઈ શકે છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં 143 રનની લીડ મેળવી હતી. ભારતે પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન ભારતીય બોલરોની સામે ટકી શક્યા ન હતા અને
સમગ્ર ટીમ
109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત
બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમીએ
2-2,
અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.


Advertisement


ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહની વિકેટ:

ભારતમાં પાંચ વિકેટ લીધી

ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ ઝડપી

ઈંગ્લેન્ડમાં પાંચ વિકેટ લીધી હતી

વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ વિકેટ લીધી હતી

દક્ષિણ આફ્રિકામાં પાંચ વિકેટ લીધી હતી

 

2018 થી ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ:

8 - જસપ્રીત બુમરાહ*

8 - ટિમ સાઉથી

7 - જેસન હોલ્ડર

6 - જેમ્સ એન્ડરસન

6 - હસન અલી

6 - નાથન લ્યોન

6 - તૈજુલ ઇસ્લામ

Tags :
Advertisement

.