Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં મેળવી લીડ, વિનિંગ રન બનાવી પુજારાએ 100મી ટેસ્ટ કરી યાદગાર

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આસાનીથી હરાવી દીધું છે. ભારતે ત્રીજા દિવસના બીજા સેશનમાં જ આ મેચ 6 વિકેટે જીતી લીધી છે. ભારતે ચાર મેચોની શ્રેણીમાં હવે 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝ જીતવા માટે ભારતે હવે માત્ર એક જ મેચ જીતવી પડશે. આ સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ મેચમાàª
દિલ્હીમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં મેળવી લીડ  વિનિંગ રન બનાવી પુજારાએ 100મી ટેસ્ટ કરી યાદગાર
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આસાનીથી હરાવી દીધું છે. ભારતે ત્રીજા દિવસના બીજા સેશનમાં જ આ મેચ 6 વિકેટે જીતી લીધી છે. ભારતે ચાર મેચોની શ્રેણીમાં હવે 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝ જીતવા માટે ભારતે હવે માત્ર એક જ મેચ જીતવી પડશે. આ સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ બંને ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમીએ પણ શાનદાર બોલિંગ કરી હતી. 
ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો
બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્મા શાનદાર લયમાં જોવા મળ્યો હતો, તેણે 31 રન બનાવ્યા હતા, પરંતુ રનઆઉટ થતાં તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કેએલ રાહુલ ફરી એકવાર કોઈ અજાયબી બતાવી શક્યો નહીં. તેણે મેચમાં 1 રન બનાવ્યો હતો. વિરાટ કોહલીએ 20 અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા.
Advertisement

સ્પિનરોએ શાનદાર બોલિંગનું કર્યું પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં શાનદાર રમત બતાવી હતી. તેણે પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા. જાડેજાએ બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. આ બંને સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટકી શક્યા ન હોતા. સ્પિન ન રમી શકવાની તેમની નબળાઈ એકવાર ફરી સામે આવી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 113 રન જ બનાવી શકી હતી અને પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ એક રનની લીડ મેળવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
પુજારાએ આ રીતે પોતાની 100મી ટેસ્ટ બનાવી યાદગાર
દિવસની રમત શરૂ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં માત્ર 113 રન જ બનાવ્યા હતા. આજની રમતમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરીને સાત વિકેટ ઝડપી હતી. મેચના ત્રીજા દિવસે લંચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આજે ​​પોતાની 9 વિકેટ માત્ર 49 રનમાં ગુમાવી દીધી છે. વળી બીજી તરફ 100મી ટેસ્ટ મેચ રમી રહેલા પુજારાએ તેની આ મેચને યાદગાર બનાવવા વિનિંગ શોટ રમ્યો હતો. 

અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં પોતાની તાકાત બતાવી હતી
ભારત માટે પ્રથમ ઇનિંગમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને તોફાની બેટિંગ કરી હતી. આ બંનેના કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના સ્કોરની નજીક પહોંચી શકી હતી. અક્ષરે મેચમાં 74 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ અશ્વિને 37 રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલી 44 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય રોહિત શર્માએ 32 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 262 રન બનાવ્યા હતા.
મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી
મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા.
ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર 1 બન્યું
દિલ્હી ટેસ્ટમાં ભારતની શાનદાર જીતથી આ સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્ટ ક્રિકેટના બાદશાહ બનીને ભારતના પ્રવાસે આવેલા કાંગારૂઓની ભારતીય ટીમે દિલ્હીના કોટલા મેદાનમાં ધૂમ મચાવીને તેમનું સિંહાસન છીનવી લીધું છે. શ્રેણીમાં સતત બીજી જીત નોંધાવીને ભારતીય ટીમે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આ જીત સાથે ભારતના ખાતામાં 121 પોઈન્ટ થઈ ગયા છે જ્યારે ઓસ્ટ્રેલિયા 120 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયું છે. જણાવી દઇએ કે, ICC એ હજુ સુધી તેની ટેસ્ટ રેન્કિંગ અપડેટ કરી નથી, પરંતુ રેન્કિંગની આગાહી કરનારનું ગણિત દર્શાવે છે કે ભારત નંબર 1 ટેસ્ટ ટીમ બની ગઈ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1947માં રમાઈ હતી. ત્યારથી, બંને ટીમો વચ્ચે 27 ટેસ્ટ શ્રેણી રમાઈ છે, જેમાંથી ભારતે 10 જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 12 શ્રેણીઓ જીતી છે. આ સિવાય બંને વચ્ચે 103 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 31માં જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 43 મેચ જીતી છે. આ સિવાય 28 મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં કુલ 14 ટેસ્ટ સિરીઝ રમી છે, જેમાંથી 8 ભારતે જીતી છે જ્યારે 4 કાંગારુ ટીમ જીતવામાં સફળ રહી છે. આ સિવાય 2 સિરીઝ ડ્રો રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.