Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાના નિકાસ પર પ્રતિબંધની ગતિવિધિ તેજ

ઘઉં અને ખાંડ બાદ હવે મોદી સરકારનું આગામી પગલું ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હોઈ શકે છે. ભારતની ખાદ્ય સુરક્ષા યોજનાઓ જેવી કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ 80 કરોડ ગરીબ અને જરુરિયાતમંદ વસ્તી માટેની અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે 30 MMTની જરૂર છે. ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ચોખાનો વારો છે. ઘણા દેશોમાં ખાદ્ય પુરવઠાà
ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાના નિકાસ પર પ્રતિબંધની ગતિવિધિ તેજ
ઘઉં અને ખાંડ બાદ હવે મોદી સરકારનું આગામી પગલું ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હોઈ શકે છે. ભારતની ખાદ્ય સુરક્ષા યોજનાઓ જેવી કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ 80 કરોડ ગરીબ અને જરુરિયાતમંદ વસ્તી માટેની અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે 30 MMTની જરૂર છે. ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ચોખાનો વારો છે. 
ઘણા દેશોમાં ખાદ્ય પુરવઠાની કટોકટી 
મોદી સરકારનું આગામી પગલું ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવા અંગેનું હોઈ શકે છે. વિશ્લેષકો કહે છે કે જો ભારત સરકાર ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદશે તો પણ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર તેની વ્યાપક અસર પડી શકે છે, કારણ કે ભારતની ગણતરી વિશ્વના ટોચના ચોખા ઉત્પાદકોમાં થાય છે. ભારતમાં વિશ્વનો ઘઉં અને ખાંડની નિકાસ પર ભારતનો પ્રતિબંધ વૈશ્વિક બજાર માટે આંચકાથી ઓછો નથી. ભારતમાંથી ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશોમાં ખાદ્ય પુરવઠાની કટોકટી સર્જાઈ છે.


Advertisement

ભારત દુનિયાના  150 દેશોમાં ચોખા અને 68 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે

ભારત ઘઉં અને ચોખાનો એક સૌથી સસ્તો વૈશ્વિક સપ્લાયર દેશ છે. ભારત પહેલાંથી જ 150 દેશોમાં ચોખા અને 68 દેશોમાં ઘઉંની નિકાસ કરી રહ્યું છે.ભારતે વર્ષ 2020-2021માં સાત લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, વેપારીઓએ એપ્રિલથી જુલાઈ દરમિયાન 30 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે કરાર કર્યા છે. 2021-22માં ભારતની કૃષિ નિકાસ વધીને 50 અબજ ડોલરના રેકૉર્ડ સ્તરે પહોંચી છે. ભારત સરકાર ખાણી-પીણીની કિંમતોને અંકુશમાં લેવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને ભારતે ઘઉં અને ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતા. ભારતમાંથી ઘઉં પર પ્રતિબંધ લગાવ્યા બાદ ઘણા દેશોમાં પુરવઠાની આપૂર્તિની સમસ્યા ઉભી થઈ છે.

Advertisement

'શું અસર થશે તે જોવાનું રહેશે'
અર્થશાસ્ત્રી રાધિકા પિપલાનીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે સરકારે ઘઉંની નિકાસ પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારના આ નિર્ણય સામે પડકારએ છે કે શું આવા નિયંત્રણો દેશમાં ખાદ્યપદાર્થોના ભાવને નીચે લાવશે અને જો તેમ હોય તો, કયારે અને કઇ સમયમર્યાદામાં આવશે તે જોવાનું રહેશે. સૌથી મોટી ચિંતા એ છે કે વર્તમાન સમયમાં દેશમાં જીવનજરુરિયાતની ચીજ વસ્તુઓ ઝડપથી મોંઘી થયી રહી છે. માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારીદર 16 મહિનામાં સૌથી વધુ 7.68 ટકાએ પહોંચ્યો હતો. જેનું મુખ્ય કારણ ખાદ્યતેલ, શાકભાજી, અનાજ, દૂધ, સહિતની ચીજ વસ્તુઓનો ભાવ વધારો છે.

ચોખાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે
ભારતે ચોખાનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ કર્યો છે જેના કારણે ભાવ નિયંત્રણમાં છે. ચોખા અને ઘઉં ભારતીય આહારમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે, લગભગ દેશની 50 ટકા વસ્તીનો મુખ્ય ખોરાક ચોખા છે. આ સિવાય સરકારની ખાદ્ય રાશન સિસ્ટમ પણ ઘંઉ અને ચોખા પર નિર્ભર છે. સરકારના ખાદ્ય સહાય કાર્યક્રમ માટે ઘઉંની રાજ્ય આપૂર્તિ ગયા વર્ષની સરખામણીના અડધા કરતાં ઓછી હોવાની અપેક્ષા છે. જે બાદ સરકાર વધુ ચોખાનું વિતરણ કરવાની યોજના બનાવી શકે છે.
Tags :
Advertisement

.