Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરાખંડ પછી ગોવામાં પણ CM રિપીટ, ફરીથી પ્રમોદ સાવંતના નામ પર લાગી મહોર

ઉત્તરાખંડ બાદ ગોવામાં પણ બીજેપીએ મુખ્યમંત્રીને રિપીટ કર્યા છે. પ્રમોદ સાવંતને સોમવારે યોજાયેલી ગોવા ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પહેલા ઉત્તરાખંડમાં પણ ભાજપે અગાઉના સીએમ પુષ્કર સિંહ ધામીને તેના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા હતા. સાવંતના નામની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અને ગોવા માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિàª
ઉત્તરાખંડ પછી ગોવામાં પણ cm રિપીટ  ફરીથી પ્રમોદ સાવંતના નામ પર લાગી મહોર

ઉત્તરાખંડ બાદ ગોવામાં પણ બીજેપીએ મુખ્યમંત્રીને રિપીટ કર્યા છે. પ્રમોદ
સાવંતને સોમવારે યોજાયેલી ગોવા ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે
ચૂંટવામાં આવ્યા હતા. આ પહેલા ઉત્તરાખંડમાં પણ
ભાજપે અગાઉના સીએમ પુષ્કર સિંહ ધામીને તેના ધારાસભ્ય દળના નેતા તરીકે
ચૂંટ્યા હતા. સાવંતના નામની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અને ગોવા માટે ભાજપના
કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે
, વિશ્વજીત રાણેએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રમોદ સાવંતના નામનો
પ્રસ્તાવ મૂક્યો હતો. બધાએ સર્વસંમતિથી સાવંતને નેતા તરીકે પસંદ કર્યા હતા.

Advertisement

ગોવાના નામાંકિત સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, હું આગામી 5 વર્ષ માટે ગોવાના સીએમ તરીકે સેવા
આપવાની તક આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર
માનું છું. મને ખુશી છે કે ગોવાના સીએમ લોકોએ મને સ્વીકાર્યો છે. રાજ્યના વિકાસ
માટે શક્ય તમામ પ્રયાસો હું કરીશ.

Tags :
Advertisement

.