બે વર્ષ બાદ આજથી ફરી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ, ટૂંક સમયમાં વિદેશ જતા લોકો માટે બૂસ્ટર ડોઝ
વર્ષ 2019માં કોરોનાએ દુનિયામાં પોતાનો કહેર શરુ કર્યો અને ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં તેમનો કહેર વરસાવ્યો હતો. કોરોનાનું સંક્ર્મણ અટકાવવા 23 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે વિવિધ દેશો સાથે એર બબલ કરારો અને વંદે ભારત મિશન હેઠળ વિશેષ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 8 માર્ચે જાહેરાત કરી હતી કે કોરોનાના કેસ ઘટ્યા બાàª
Advertisement
વર્ષ 2019માં કોરોનાએ દુનિયામાં પોતાનો કહેર શરુ કર્યો અને ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં તેમનો કહેર વરસાવ્યો હતો. કોરોનાનું સંક્ર્મણ અટકાવવા 23 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે વિવિધ દેશો સાથે એર બબલ કરારો અને વંદે ભારત મિશન હેઠળ વિશેષ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 8 માર્ચે જાહેરાત કરી હતી કે કોરોનાના કેસ ઘટ્યા બાદ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. આ નિર્ણય સાથે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના સૌથી મોટા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ફ્લાઈટનો ટ્રાફિક વધશે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અભ્યાસ, નોકરી, ધંધા અને ઓફિસના કામ માટે વિદેશ જતા લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લઈ શકે છે. વિદેશ જતા લોકોને ખાનગી વેક્સિનેશન સેન્ટરોમાંથી બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા અંગે વિચારણા ચાલી રહી છે.
હાલમાં, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઘણા દેશોમાં, વિદેશથી આવતા લોકો માટે બૂસ્ટર ડોઝ ફરજિયાત છે. આ મંજૂરી ખેલાડીઓ, મિટિંગમાં જતા સરકારી અધિકારીઓને પણ મળી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી.