બે વર્ષ બાદ ફરી એક વાર હોળીના પર્વની રંગેચંગે ઉજવણી
પાછલા બે વર્ષથી લોકો ખૂલીને તહેવારની ઉજવણી નહોતા કરી શકતાં ત્યારે બે વર્ષ બાદ ફરી એક વાર દેશભરમાં ઉત્સવનો આનંદ છવાયો. અનેક જગ્યાએ હોલિકા દહન સાથે હોળીના રંગારંગ પર્વની ઉજવણી કરાઇ રહી છે. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ વર્ષે રંગેચંગે તહેવાર ઉજવશે.ત્યારે ફરી સૂના નગરમાં તહેવારની ઉજવણીનો માહોલ સપષ્ટ દેખાઇ રહ્યો છે. સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઇડ લાઇન સાથે લોકો તકેદારી પણ રાખી રહ્યાં
પાછલા બે વર્ષથી લોકો ખૂલીને તહેવારની ઉજવણી નહોતા કરી શકતાં ત્યારે બે વર્ષ બાદ ફરી એક વાર દેશભરમાં ઉત્સવનો આનંદ છવાયો. અનેક જગ્યાએ હોલિકા દહન સાથે હોળીના રંગારંગ પર્વની ઉજવણી કરાઇ રહી છે. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ વર્ષે રંગેચંગે તહેવાર ઉજવશે.ત્યારે ફરી સૂના નગરમાં તહેવારની ઉજવણીનો માહોલ સપષ્ટ દેખાઇ રહ્યો છે. સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઇડ લાઇન સાથે લોકો તકેદારી પણ રાખી રહ્યાં છે. શહેરમાં ઘણાં ક્લબોમાં જાહેર ઉજવણી મોકૂફ પણ રાખી છે. રાજ્યભરમાં હોલિકા દહનના વિશેષ કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્ર નગર ખાતે હોળીના તહેવારની ઉજવણીમાં જોડાયાં હતાં. સાથે રાજ્યમાં વિવિધ સ્થળો પર અનોખી રીતે હોલિકા દહન કરાયું હતું. અનેક જગ્યાએ વૈદિક હોળી, ઓર્ગેનિક હોળી સાથે જ ઘણી જગ્યાઓ પર સૌથી મોટી હોળી અમદાવાદ નજીક પાવજ ખાતે પ્રગટાવવમાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો હોલિકાની પૂજા કરી આરોગ્યમય વર્ષની પ્રાથનાઓ કરી હતી.
પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી 30 ફૂટની હોળી પ્રગટાવવમાં આવી હતી.
સારંગપુરમાં વિશષ ઉજવણી
રંગનો એકસાથે બ્લાસ્ટ થતાં જ આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળશે. સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરાયા છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવશે. આ માટે આવતીકાલે મંદિરના વિશાળ પરિસરમાં અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવશે. બ્લાસ્ટ થતાં જ રંગ આકાશમાં 70 ફૂટથી વધુ ઊંચે જશે જેને લીધે પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળશે.
જામનગરમાં હોલિકા દહન
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે સાર્વજનિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરમાં 65 વર્ષથી વધુ સમયથી ભોઈ જ્ઞાતિ દ્વારા યોજાતા હોલિકા દહન મહોત્સવનું અનેરું આકર્ષણ હોય છે. ભોઇ વાડામાં 25 ફૂટ ઉંચુ હોલિકાનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું છે. આ હોલિકાનાં પૂતળાનું આજે વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું હતું. દરમ્યાન વોર્ડ 10 ના સ્થાનિક કોર્પોરેટર પાર્થ જેઠવાએ કરતબ દેખાડી બિલાકડી ફેરવતા ઉપસ્થિત સૌ લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.
Advertisement