ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે ભવ્ય કાંકરિયા કાર્નિવલ, મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે શુભારંભ

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation- AMC) દ્વારા કાંકરીયા કાર્નિવલનું (Kankaria Carnival) આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે. CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન!વર્ષ 2008થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવ
01:19 PM Dec 15, 2022 IST | Vipul Pandya
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation- AMC) દ્વારા કાંકરીયા કાર્નિવલનું (Kankaria Carnival) આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે. 
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન!
વર્ષ 2008થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું પ્રારંભ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ શહેરીજનોના ખાસ બન્ને કાર્યક્ર્મ અત્યંત ધામધૂમથી ઉજવાશે. જ્યારે ફલાવર શો આગામી 31 ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન છે. ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીનો સમય મેળવવાનો તંત્રનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આપણ  વાંચો-  54% માતાઓ પોતાનું ઘરકામ પતાવવા માટે બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપી દે છે : સર્વે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMCCoronaVirusDecember25To31GujaratGujaratFirstKankariaCarnival
Next Article