Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Twitter બાદ હવે Facebookમાં પણ બ્લૂ ટીક માટે યૂઝર્સે આપવા પડશે પૈસા, જાણો સબ્સક્રિપ્શન પ્લાન

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ફેસબુક (Facebook) પણ ટ્વિટરના (Twitter) માર્ગે ચાલી રહ્યું છે. આજે રવિવારે કંપનીએ જાહેરાત કરી કે આ અઠવાડિયે અમે મેટા વેરિફાઈડ લોન્ચ કરી રહ્યા છીએ. તે એક સબ્સ્ક્રિપ્શન સેવા છે જે તમારા માટે સરકારી ID વડે તમારું એકાઉન્ટ ચકાસવા અને બ્લુ ટિક મેળવવા માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે ટ્વીટરની જેમ ફેસબુકમાં પણ બ્લૂ ટીક માટે નાણાં ચુકવવા પડશે, કંપનીની આ સેવાની જાહેરા
04:54 PM Feb 19, 2023 IST | Vipul Pandya

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ફેસબુક (Facebook) પણ ટ્વિટરના (Twitter) માર્ગે ચાલી રહ્યું છે. આજે રવિવારે કંપનીએ જાહેરાત કરી કે આ અઠવાડિયે અમે મેટા વેરિફાઈડ લોન્ચ કરી રહ્યા છીએ. તે એક સબ્સ્ક્રિપ્શન સેવા છે જે તમારા માટે સરકારી ID વડે તમારું એકાઉન્ટ ચકાસવા અને બ્લુ ટિક મેળવવા માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે ટ્વીટરની જેમ ફેસબુકમાં પણ બ્લૂ ટીક માટે નાણાં ચુકવવા પડશે, કંપનીની આ સેવાની જાહેરાત ખુદ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) કરી હતી. તેણે ફેસબુક પોસ્ટમાં (FB Post) આ અંગેની માહિતી આપી હતી.

કેટલાં નાણાં ચૂકવવા પડશે?
રવિવાર 19 ફેબ્રુઆરીએ માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) ફેસબુક પોસ્ટ (FB Post) શેર કરીને સબ્સક્રિપ્શન સર્વિસ (Subscription Service) વિશે જાણકારી આપી ઝુકરબર્ગે પોસ્ટમાં લખ્યુ, આ અઠવાડીયે અમે મેટા વેરિફાઈડ (Meta verified) શરૂ કરી રહ્યાં છીએ જે એક સબ્સક્રિપ્શન સેવા છે જે એક સરકારી ઓળખ સાથે તમને તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવા દેશે. આ નવી સુવિધા અમારી સેવામાં ઈમાનદારી અને સુરક્ષાને વધારવા માટેની છે. એક યૂઝરને વેબ આધારિત વેરિફાય માટે 11.99 ડોલર એટલે કે 992.36 રૂપિયા પ્રતિ માસ અને iOS પર આ સેવા માટે 14.99 ડોલર એટલે કે 1240.65 રૂપિયા પ્રતિ માસ ચુકવવા પડશે.

ક્યારે સેવા શરૂ થશે?
માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે, મેટાની આ સુવિધા આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં શરૂ થશે એ સિવાય અન્ય દેશોમાં પણ આ સેવા જલ્દી જ શરૂ કરી દેવામાં આવશે. જોકે ભારતમાં આ સેવા ક્યારથી શરૂ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.
ટ્વીટરના પગલે ફેસબુક
ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે ટ્વીટરમાં વેરિફાઈડ સબ્સક્રિપ્શન સર્વિસ લઈને આવ્યા હતા. ટ્વીટરે અલગ-અલગ દેશોમાં બ્લૂ ટીક માટે અલગ અલગ કિંમત રાખી છે. ભારતમાં સામાન્ય રીતે 900 રૂપિયા ખર્ચીને ટ્વીટરનું બ્લૂ ટીક મેળવી શકીએ છીએ. જ્યારે હાલ ફેસબુક જે પ્લાન લાવ્યું છે તે 900 કરતા વધારે છે. જોકે ભારતીય યૂઝર્સને આવનારા દિવસોમાં બ્લૂ ટીક માટે કેટલી કિંમત ચુકવવી પડશે તે આવનારા સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચો - મુંબઈ નજીક ઈઝરાયેલી જહાજ પર ઈરાની ડ્રોનનો હુમલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BlueBadgeBlueTicFacebookFacebookBlueTickGujaratFirstMarkZuckerbergMetaMetaVerifiedSubscriptionSocialmediaSubscriptionPlantwitter
Next Article