Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટ્વિટર, ફેસબુક, એમેઝોન પછી ગૂગલમાં પણ છટણી !

તમામ ટેક કંપનીઓની જેમ હવે ગૂગલ (Google) ની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પણ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ અંતર્ગત નબળી કામગીરી ધરાવતા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ પહેલા મેટા, એમેઝોન, ટ્વિટર સહિતની ઘણી ટેક કંપનીઓએ છટણી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી ગૂગલે છટણીનો ઈરાદો જાહેર કર્યો ન હતો, પરંતુ આલ્ફાબેટ દ્વારા તે આવી અન્ય કંપનીઓમાંની એક બની ગઈ છે. જે 10,000 કર્મચારીઓને કà
09:49 AM Dec 21, 2022 IST | Vipul Pandya
તમામ ટેક કંપનીઓની જેમ હવે ગૂગલ (Google) ની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પણ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ અંતર્ગત નબળી કામગીરી ધરાવતા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ પહેલા મેટા, એમેઝોન, ટ્વિટર સહિતની ઘણી ટેક કંપનીઓએ છટણી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી ગૂગલે છટણીનો ઈરાદો જાહેર કર્યો ન હતો, પરંતુ આલ્ફાબેટ દ્વારા તે આવી અન્ય કંપનીઓમાંની એક બની ગઈ છે. જે 10,000 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે તે આલ્ફાબેટના કુલ સ્ટાફના 6 ટકા હશે. 

મળતી માહિતી મુજબ ગૂગલે (Google) કર્મચારીઓ માટે નવી રેન્કિંગ અને પરફોર્મન્સ પ્લાન બનાવ્યો છે. આ નવી સિસ્ટમ ગૂગલના સંચાલકોને નવા વર્ષથી હજારો કર્મચારીઓની છટણી કરવામાં મદદ કરશે. આ યોજના હેઠળ, Google ના સંચાલકો કર્મચારીઓને ગ્રેડ કરીને બોનસ અને અન્ય પ્રોસેસ માટે કામગીરી કરશે. અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું કે છટણી કરવાના કિસ્સામાં કંપની સ્ટાફને નવી નોકરી માટે અરજી કરવા માટે 60 દિવસનો સમય આપશે.

આલ્ફાબેટના કુલ કર્મચારીઓ 1.87 લાખ
નવી સિસ્ટમ હેઠળ, મેનેજરોને તેમના સ્ટાફના 6 ટકા અથવા આશરે 10,000 કર્મચારીઓને અન્ડરપરફોર્મિંગ કર્મચારીઓ તરીકે લિસ્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. અંદાજ મુજબ, આલ્ફાબેટના કર્મચારીઓની કુલ સંખ્યા 1.87 લાખ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે, આલ્ફાબેટે તેના કર્મચારીને પગાર ભથ્થાના રૂપમાં સરેરાશ લગભગ $2,95,884 આપ્યા હતા.

નફામાં 27 ટકાનો ઘટાડો
નોકરીમાં છટણીના અહેવાલો વચ્ચે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ કંપનીની ક્ષમતામાં 20 ટકા વધારો કરવા માંગે છે. કંપનીના નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો, આલ્ફાબેટે ત્રીજા ક્વાર્ટરમાં $13.9 બિલિયનનો નફો કર્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 27 ટકા ઓછું છે.

નોકરીમાંથી કેમ થાય છે છટણી ?
વાસ્તવમાં, ટેક કંપનીઓએ અર્થવ્યવસ્થાની નબળી સ્થિતિ અને તેમની સ્થિતિને જોતા મોટા પાયા પર નોકરીમાંથી છટણી કરવાનું શરૂ કર્યું છે. તેની શરૂઆત ટ્વિટર, મેટા, એમેઝોન, સેલ્સફોર્સ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી, જે હવે ગૂગલ સુધી પહોંચી ગઈ છે. ટેક કંપનીઓની નાણાકીય કામગીરીમાં ઘટાડો અને નવા વર્ષ માટેની યોજનાઓ અને બજેટને ધ્યાનમાં રાખીને નોકરીમાંથી છટણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - ફેસબુક કરશે કર્મચારીઓની છટણી, કંપનીનો ખર્ચ ઘટાડવા શેરધારકોની સલાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmazonFacebookgoogleGujaratFirstlaidoffOfficialstwitter
Next Article