Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ ધોનીએ ટીમના ખેલાડીઓને ચોંકાવ્યા, માહીને જોઇ ખેલાડીઓ થયા ખુશ

ભારતને T20મા હરાવવું મુશ્કિલ છે તે ગઇ કાલે (શનિવાર) તેમણે સાબિત કરી બતાવ્યું હતું. જીહા, એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 49 રને જોરદાર જીત નોંધાવી હતી. આ સાથે રોહિત શર્મા એન્ડ કંપનીએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા ધોનીએ ટીમના ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. ટીમની ઈન્ડિયાની ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર àª
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ ધોનીએ ટીમના ખેલાડીઓને ચોંકાવ્યા  માહીને જોઇ ખેલાડીઓ થયા ખુશ
ભારતને T20મા હરાવવું મુશ્કિલ છે તે ગઇ કાલે (શનિવાર) તેમણે સાબિત કરી બતાવ્યું હતું. જીહા, એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 49 રને જોરદાર જીત નોંધાવી હતી. આ સાથે રોહિત શર્મા એન્ડ કંપનીએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા ધોનીએ ટીમના ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. 
ટીમની ઈન્ડિયાની ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર જીત બાદ ધોની ટીમના ખેલાડીઓને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન ધોની ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો અને તેમને ટિપ્સ પણ આપતો જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શેર કરવામાં આવેલ ટ્વીટમાં ધોની ડ્રેસિંગ રૂમમાં ઈશાન કિશન સાથે વાત કરતો જોવા મળે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અન્ય એક તસવીરમાં ધોની અને રિષભ પંત સ્ટેડિયમમાં સાથે જોવા મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ ઈંગ્લેન્ડમાં છે. ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો કારણ કે તેઓ તેમના લગ્નની વર્ષગાંઠ અને જન્મદિવસની ઉજવણી કરવા માંગતા હતા. 
Advertisement

જોકે, એમએસ ધોની દરરોજ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે. શનિવારે 9 જુલાઈના રોજ આ જ જોવા મળ્યું, જ્યારે ભૂતપૂર્વ મહાન વિકેટ-કીપર બેટ્સમેન બર્મિંગહામ પહોંચ્યા અને ભારતીય ખેલાડીઓને મળ્યા. ધોનીએ વિકેટકીપર રિષભ પંત અને ઈશાન કિશન સાથે લાંબી વાતચીત કરી હતી. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં જાણવા મળે છે કે ઈશાને તેની પાસેથી કેટલીક ટિપ્સ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ધોનીએ તેની અંતિમ ઈન્ટરનેશનલ મેચ 2019માં રમી હતી અને 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી પરંતુ આઈપીએલમાં તે હજુ પણ રમતો જોવા મળે છે અને ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરે છે. આ સિવાય ભારતના યુવા ખેલાડીઓને ધોની સાથે વાત કરવાનો કે મળવાનો મોકો મળતા જ તેમની પાસેથી કંઈક શીખવું ગમે છે.
Tags :
Advertisement

.