Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રથમ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયા આજે ફરી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઉતરશે મેદાને

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ પ્રથમ T20 મેચમાં પણ હરાવ્યું છે. હવે આજે એકવાર ફરી ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આમને-સામને જોવા મળશે. બંને ટીમો આજે સાંજે 8 વાગ્યે વોર્નર પાર્કમાં સિરીઝની બીજી મેચ રમશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી T20 મેચ રમાશે. બંને ટીમો વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સિરીઝમાં ભારતે પ્રથમ મેચ જીતીને 1-0ની લીડ મેળવી લીધી હતી. રોહિત શ
પ્રથમ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયા આજે ફરી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઉતરશે મેદાને
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ પ્રથમ T20 મેચમાં પણ હરાવ્યું છે. હવે આજે એકવાર ફરી ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આમને-સામને જોવા મળશે. બંને ટીમો આજે સાંજે 8 વાગ્યે વોર્નર પાર્કમાં સિરીઝની બીજી મેચ રમશે. 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી T20 મેચ રમાશે. બંને ટીમો વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સિરીઝમાં ભારતે પ્રથમ મેચ જીતીને 1-0ની લીડ મેળવી લીધી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. હવે બીજી મેચમાં ટીમ ઈન્ડિયા સતત બીજી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. જોકે, સતત પરાજયથી પરેશાન વેસ્ટ ઈન્ડિઝ પણ સિરીઝમાં પરત ફરવાવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે ફરી એકવાર જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાએ આજની મેચમાં એ વાત પર પણ ભાર આપવાની જરૂર છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ T20 ફોર્મેટમાં પારંગત છે. ટીમને રોવમેન પોવેલ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, શિમરોન હેટમાયર જેવા બેટ્સમેનોથી સખત સ્પર્ધા મળી શકે છે. ટીમ ઈન્ડિયામાં પણ લોઅર ઓર્ડર સુધી સારી બેટિંગ કરનારા ખેલાડીઓ છે. જ્યારે હાલમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પણ અદભૂત છે. રોહિત, સૂર્યકુમાર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા વગેરે જેવા વિસ્ફોટક બેટ્સમેન ટીમમાં છે. 
વેસ્ટ ઈન્ડિઝમાં વોર્નર પાર્ક સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 8 T20 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમ 6 વખત જીતી છે. અહીં પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 128 રન છે. અહીં સૌથી વધુ સ્કોર ઈંગ્લેન્ડનો છે, જ્યારે ટીમે 6 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. આજે જ્યારે બંને ટીમ આમને-સામને આવશે તે પહેલા પિચ કેવી છે તે અંગે પણ ચર્ચા જરૂરી બને છે. મળી રહેલી માહિતી અનુસાર, પિચ બેટિંગ માટે સારી છે. વળી ટોસ જીતીને બોલિંગ કરવી એ યોગ્ય પસંદગી હશે. અહીં ટીમને ટાર્ગેટની ખબર હોય છે, તો તેના આધારે બેટિંગ કરી શકાય છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 190થી વધુનો સ્કોર કરીને બીજી ટીમ પર દબાણ બનાવવું જોઇએ. 
Advertisement
Tags :
Advertisement

.