Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની સિરિયલમાં હિંદુ સંસ્કૃતિ દર્શાવવાને લઈને હંગામો, આ શો આવ્યો ટ્રોલર્સના નિશાને

શું તમે પાકિસ્તાનની સિરિયલો જુઓ છો? જો હા, તો તમે જોયું જ હશે કે પાકિસ્તાનની દરેક ટીવી સિરિયલમાં ઈસ્લામ અને સૂફી ધર્મની છાપ હોય છે. ત્યાંના દરેક શોમાં પાકિસ્તાનની સંસ્કૃતિ જ બતાવવામાં આવે છે. જો કે, હાલમાં પાકિસ્તાનના શો 'મેરે હમસફર'ના એક એપિસોડમાં હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એપિસોડનો પ્રોમો ઝલક સામે આવતાની સાથે જ આ શો વિવાદોનો મુદ્દો બની ગયો હતો. જો કે સોશિયલ મીડિ
પાકિસ્તાની સિરિયલમાં હિંદુ સંસ્કૃતિ દર્શાવવાને લઈને હંગામો  આ શો આવ્યો ટ્રોલર્સના નિશાને
શું તમે પાકિસ્તાનની સિરિયલો જુઓ છો? જો હા, તો તમે જોયું જ હશે કે પાકિસ્તાનની દરેક ટીવી સિરિયલમાં ઈસ્લામ અને સૂફી ધર્મની છાપ હોય છે. ત્યાંના દરેક શોમાં પાકિસ્તાનની સંસ્કૃતિ જ બતાવવામાં આવે છે. જો કે, હાલમાં પાકિસ્તાનના શો 'મેરે હમસફર'ના એક એપિસોડમાં હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
એપિસોડનો પ્રોમો ઝલક સામે આવતાની સાથે જ આ શો વિવાદોનો મુદ્દો બની ગયો હતો. જો કે સોશિયલ મીડિયા પર લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે 'મેરે હમસફર'માં એવું શું બતાવવામાં આવ્યું હતું જેના કારણે આ સિરિયલ ટ્રોલીંગનો સામનો કરી રહી છે? આ શોના એક એપિસોડમાં દાદીની અંતિમ વિદાય બતાવવામાં આવી રહી હતી. આ સીન દરમિયાન શોની આખી સ્ટારકાસ્ટે સફેદ કપડા પહેર્યા હતા. આ જ કારણ છે કે ત્યાંના લોકોએ આ શોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, ત્યાં આ દેશના કલ્ચર મુજબ કોઈની વિદાય વખતે સફેદ વસ્ત્રો પહેરવાને હિન્દુ સંસ્કૃતિ માનવામાં આવે છે. કારણ કે હિંદુ ધર્મ અનુસાર કોઈનું મૃત્યુ થાય ત્યારે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં આ રિવાજ નથી. પાકિસ્તાનનો રિવાજ આપણા કરતા ઘણો અલગ છે. જ્યારે ત્યાં કોઈ મૃત્યુ પામે છે ત્યારે કાળા કપડા પહેરવામાં આવે છે. આ જ કારણ છે કે એપિસોડની ઝલક જોઈને મુસ્લિમ સમુદાય ગુસ્સે  થયો છે. ત્યાંના લોકો શોના મેકર્સ પર ભારે નારાજ છે. 
તમને જણાવી દઈએ કે 'મેરે હમસફર' શોની ફેન ફોલોઈંગ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ઘણી સારી છે. આ શોમાં પાકિસ્તાની સ્ટાર્સ ફરહાન સઈદ અને હાનિયા આમિરની કેમેસ્ટ્રી જોવા મળી હતી. શોમાં અનાથનું પાત્ર ભજવી રહેલી હાનિયાને ફરહાનની માતા સતત ત્રાસ આપે છે. બાળપણથી લઈને યુવાનીમાં ફરહાનની માતાના ટોણા સાંભળતી હાનિયા સાથે ફરહાનના લગ્ન થઈ જાય છે. જોકે હાલમાં થયેલા આ વિવાદથી સિરિયલના ફેન્સ નારાજ થયાં છે.
 
Advertisement
Tags :
Advertisement

.