Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તોફાનીઓ પછી હવે ડ્રગ માફિયા પર ચાલશે યોગી સરકારની ચાબુક

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના નિશાના પર હવે ડ્રગ માફિયા (Drug Mafia) આવી ગયા છે. ગેરકાયદેસર મિલકતો વસાવનારા તથા તોફાનીઓ પર બુલડોઝરની કાર્યવાહી કરનારી સરકાર હવે ડ્રગ ડીલરો સામે પણ કડક કાર્યવાહી કરશે. ડ્રગ માફિયાઓને પણ હવે તોફાનીઓ, ગેરકાયદેસર મિલકત વસાવનારાની શ્રેણીમાં લેવામાં આવ્યા છે.યોગી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સનો ધંધો કરનારાઓ સામે કડક કાર્યવàª
તોફાનીઓ પછી હવે ડ્રગ માફિયા પર ચાલશે યોગી સરકારની ચાબુક
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના નિશાના પર હવે ડ્રગ માફિયા (Drug Mafia) આવી ગયા છે. ગેરકાયદેસર મિલકતો વસાવનારા તથા તોફાનીઓ પર બુલડોઝરની કાર્યવાહી કરનારી સરકાર હવે ડ્રગ ડીલરો સામે પણ કડક કાર્યવાહી કરશે. ડ્રગ માફિયાઓને પણ હવે તોફાનીઓ, ગેરકાયદેસર મિલકત વસાવનારાની શ્રેણીમાં લેવામાં આવ્યા છે.
યોગી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સનો ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની મિલકતો પણ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવશે, તેમજ દારૂ માફિયાઓના પોસ્ટર તોફાનીઓની જેમ જાહેર સ્થળોએ લગાવવામાં આવશે.  યોગી સરકારે ગેરકાયદેસર દારૂના ધંધામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
યોગી સરકાર ગેરકાયદે ડ્રગ્સની દાણચોરી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગેરકાયદે દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનની સમીક્ષા કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આને પ્રોત્સાહન આપનારા તમામ લોકો રાષ્ટ્રીય ગુનેગાર છે અને તેમને કોઈપણ કિંમતે સજા મળવી જોઈએ.
 રાજ્યમાં ગેરકાયદેસર દારૂના કારોબારને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ બાદ સીએમ યોગી કડકાઈ દાખવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે આ કેસને માત્ર ફોજદારી અપરાધ તરીકે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અપરાધ તરીકે જોવામાં આવશે. આ લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.