શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 8 લોકોના રાજીનામા બાદ વધુ 25 લોકોના રાજીનામાં પડ્યા..
વિધાનસભાની ચૂંટણી ટાણે જ શહેર કોંગ્રેસ સમિતિથી માંડી કોંગ્રેસી હોદેદારોમાં વિવાદ ઊભા થયા છે અને કોંગ્રેસમાં ફરી એકવાર ટાંટિયા ખેંચ પદ્ધતિ શરૂ થઈ ગઈ છે અને ભરૂચમાં જાણે શહેર કોંગ્રેસ સમિતિના જ કેટલાક ખોદેદારોએ ભરૂચ શહેરને કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હોય તેમ આઠ લોકોના રાજીનામા બાદ વધુ ૨૫ લોકોના રાજીનામાં પડ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ કેટલાય કોંગ્રેસના હોદ્દેદà
05:17 PM Aug 23, 2022 IST
|
Vipul Pandya
વિધાનસભાની ચૂંટણી ટાણે જ શહેર કોંગ્રેસ સમિતિથી માંડી કોંગ્રેસી હોદેદારોમાં વિવાદ ઊભા થયા છે અને કોંગ્રેસમાં ફરી એકવાર ટાંટિયા ખેંચ પદ્ધતિ શરૂ થઈ ગઈ છે અને ભરૂચમાં જાણે શહેર કોંગ્રેસ સમિતિના જ કેટલાક ખોદેદારોએ ભરૂચ શહેરને કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હોય તેમ આઠ લોકોના રાજીનામા બાદ વધુ ૨૫ લોકોના રાજીનામાં પડ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ કેટલાય કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામાં આપી શકે તેમ હોવાની માહિતી સાંપડી રહી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પક્ષો ધીરે ધીરે સજ્જ બની રહ્યા છે ત્યારે ભરૂચમાં કોંગ્રેસમાં ફરી એકવાર હોદ્દેદારોની ટાંટિયા ખેંચ પદ્ધતિ કોંગ્રેસને તોડી રહી છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકી સોખી સહિત ૮ લોકોના રાજીનામા બાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે નિમણૂક કરેલા કેટલાય હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હોવાનું રટણ કરી ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જે પત્રકાર પરિષદમાં રાજીનામાં આપી રહેલા હોદ્દેદારોએ આક્ષેપ કર્યા હતા કે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વિકી સોખીએ રાજીનામું આપ્યા બાદ નવા શહેર પ્રમુખ તરીકે હરેશ પરમારની નિમણૂક કરી અને તેઓની નિમણુકીમાં અમોને વિશ્વાસમાં ન લીધા હોવાના કારણે શહેર કોંગ્રેસમાં જ્યાં ઉચ્ચ કક્ષાના હોદ્દેદારોની વાત ન સંભળાતી હોય તો અમારી વાત ક્યાંથી સંભળાય અને આવા પક્ષમાં રહેવું તે અમારા માટે યોગ્ય ન હોવાના કારણે આજરોજ અમો ૨૫ જેટલા હોદ્દેદારો પોતાના હોદ્દા અને કાર્યકર માંથી રાજીનામું આપી અમે કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે
કાકાએ કોંગ્રેસને બાય બાય કરી તો ભત્રીજાને મળ્યું યુથ કોંગ્રેસમાં ઉપપ્રમુખનું પદ..
કોંગ્રેસ મરણ પથારીએ છીએ ત્યારે તાત્કાલિક વિવિધ કાર્યકરોને હોદ્દા આપવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાય હોદ્દેદારો રાજીનામાં આપી રહ્યા છે કોંગ્રેસમાંથી કિરણ કટારીયાએ રાજીનામું આપી દેતા તેના ભત્રીજા ધીરેન કટારીયાને યુથ કોંગ્રેસમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂકથી આપવામાં આવી છે
કોંગ્રેસને બાનમાં લેવા કોંગ્રેસનું ષડયંત્ર.
કોંગ્રેસમાં દર ચૂંટણીએ હોદ્દેદારો કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતા હોય છે જો કોઈ માનિતા ઉમેદવારને ટિકિટ ન મળી હોય તો કોંગ્રેસ સમિતિ કાર્યાલય ઉપર તોડફોડ કરવા સાથે ધમાલ મચાવતા હોય છે હજુ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી નથી થયા ત્યાં જ હોદ્દેદારોની ટાંટીયા ખેચ પદ્ધતિના કારણે રાજીનામાં પડવાનો સીલ સીલો શરૂ થયો છે અને કોંગ્રેસમાંથી આઠ લોકોએ રાજીનામાં આપ્યા બાદ વધુ ૨૫ લોકોને નહીં જેવી બાબતે રાજીનામાં આપી કોંગ્રેસને બાય બાય કરી છે
ભરૂચનો ભોલાવ સર્કિટ હાઉસ આમતો ભાજપનું ગઢ માનવામાં આવે છે અને ભોલાવ સર્કિટ હાઉસમાં સૌપ્રથમ શહેર પ્રમુખશ્રી આઠ લોકોએ રાજીનામાં આપ્યા બાદ વધુ ૨૫ લોકોએ રાજીનામાં આપવા માટે પણ ભોલાવ સર્કિટ હાઉસ નક્કી કર્યું અને એટલા જ માટે કહેવામાં આવે છે તે રાજીનામાં ધરી દેવાયેલા કોંગ્રેસીઓ ભાજપનો કેસ ગણતરીના દિવસોમાં પહેરે તો નવાઈ નહીં.. પરંતુ ભરૂચમાં કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરવાના સંકલ્પ લીધા હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે
Next Article