Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદમાં થયો ઘટાડો, જાણો અત્યાર સુધીમાં કેટલા થયા મોત

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદથી જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 118 નાગરિકોના મોત થયા છે. જેમાંથી 5 કાશ્મીરી પંડિત હતા. આ સિવાય હિન્દુ અને શીખ સમુદાયના અન્ય 16 લોકો પણ હતા. રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એમ à
01:11 PM Jul 20, 2022 IST | Vipul Pandya

કેન્દ્ર સરકારે
બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં
આતંકવાદના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે
રાજ્યસભામાં જણાવ્યું કે કલમ
370 નાબૂદ થયા બાદથી જમ્મુ-કાશ્મીરમાં
અત્યાર સુધીમાં
118 નાગરિકોના મોત થયા છે. જેમાંથી 5 કાશ્મીરી પંડિત હતા. આ સિવાય હિન્દુ અને શીખ સમુદાયના અન્ય 16 લોકો પણ હતા. રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એમ પણ કહ્યું કે 5502 કાશ્મીરી પંડિતોને જમ્મુ અને કાશ્મીર સરકારના વિવિધ વિભાગોમાં
સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને ઓગસ્ટ
2019 પછી એક પણ કાશ્મીરી પંડિત ઘાટીમાંથી સ્થળાંતર થયો નથી.

 

"સરકારની આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે અને જમ્મુ અને
કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે
," તેમણે કહ્યું. આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 2018માં 417થી ઘટીને 2021માં 229 થઈ ગયો છે.' રાયે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019 થી 9 જુલાઈ, 2022 સુધીમાં, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળોના 128 જવાનો માર્યા ગયા. અને 118 નાગરિકો માર્યા
ગયા છે.
મૃત્યુ પામેલા 118 નાગરિકોમાંથી 5 કાશ્મીરી પંડિત હતા અને 16 અન્ય હિંદુ અને શીખ સમુદાયના હતા. આ દરમિયાન કોઈ યાત્રાળુનું મૃત્યુ
થયું નથી.


જ્યારે તેમને
પૂછવામાં આવ્યું કે દેશના અન્ય ભાગોમાં રહેતા કેટલા કાશ્મીરી પંડિતોને ઓગસ્ટ
2019 પછી ઘાટીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. તેના જવાબમાં કેન્દ્રીય
મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન વિકાસ પેકેજ (
PMDP) હેઠળ ઘાટીમાં જમ્મુ અને કાશ્મીર સરકારના વિવિધ વિભાગોમાં 5,502 કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. અન્ય એક પ્રશ્નના
જવાબમાં રાયે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં
કાશ્મીરી પંડિતો પર હુમલાની બે ઘટનાઓ નોંધાઈ હતી
, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય ઘાયલ થયો છે.

 

કાશ્મીર ખીણમાં
અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કરતાં
રાયે જણાવ્યું હતું કે મજબૂત સુરક્ષા અને ગુપ્તચર ગ્રીડ
, ચોવીસ કલાક વિસ્તારમાં પ્રભુત્વ, પેટ્રોલિંગ અને આતંકવાદીઓ સામે સક્રિય કામગીરી કરવામાં આવી છે. આ
નાકાઓ પર ચોવીસ કલાક ચેકિંગ ઉપરાંત
, કોઈપણ આતંકવાદી
હુમલાને નિષ્ફળ બનાવવા માટે વ્યૂહાત્મક પોલીસ સ્ટેશનો પર રોડ સેફ્ટી ચેક પાર્ટીઓ
પણ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ
2018થી 30 જૂન 2022 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 108 નાગરિકો પર હુમલા થયા છે.

Tags :
Article370GujaratFirstJammuAndKashmirterrorism
Next Article