પિટબુલ બાદ હવે વાંદરાનું કૃત્ય, પિતા પાસેથી 4 મહિનાનું બાળક છીનવી, છત પરથી નીચે ફેંકી દેતા મોત!
પ્રાણીમાં દિવસે ક્રૂરતા વધી રહ્યી છે. એક તરફ તો આપણે સોશિયલ મીડિયામાં હિંસક પ્રાણીઓનું માનવીય વર્તનના કિસ્સા જોઇએ છીએ તો બીજી તરફ ઘરઆંગણે કે ઘરની આસપાસ જોવા મળતા પ્રાણીઓના ઘાતકી વર્તનના કિસ્સા પણ નોંધાઇ રહ્યાં છે. એક તરફ ઘરમાં બાળકના નામકરણની તૈયારીઓ ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક વાંદરાઓએ તેના પિતા પાસેથી ચાર મહિનાના à
08:22 AM Jul 18, 2022 IST
|
Vipul Pandya
પ્રાણીમાં દિવસે ક્રૂરતા વધી રહ્યી છે. એક તરફ તો આપણે સોશિયલ મીડિયામાં હિંસક પ્રાણીઓનું માનવીય વર્તનના કિસ્સા જોઇએ છીએ તો બીજી તરફ ઘરઆંગણે કે ઘરની આસપાસ જોવા મળતા પ્રાણીઓના ઘાતકી વર્તનના કિસ્સા પણ નોંધાઇ રહ્યાં છે. એક તરફ ઘરમાં બાળકના નામકરણની તૈયારીઓ ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક વાંદરાઓએ તેના પિતા પાસેથી ચાર મહિનાના બાળકને છીનવી લીધું હતું. જે બાદ વાંદરાઓએ બાળકને બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ ઘટના ગયા અઠવાડિયે શુક્રવારે 15 જુલાઈના રોજ બરેલીના ડંકા વિસ્તારમાં બની હતી, જે શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
પરિવારે મીડિયાને જણાવ્યું કે દિશા ઉપાધ્યાય (25) તેના બાળક સાથે તેમના ઘરની ટેરેસ પર ચાલી રહી હતી. ઘર ત્રણ માળનું હતું. તેની પત્ની પણ સાથે હતી. ત્યારે અચાનક વાંદરાઓનું ટોળું ત્યાં આવ્યું અને પિતા પર હુમલો કરવા લાગ્યું. દરમિયાન પિતાએ પરિવારના સભ્યોને મદદ માટે બોલાવ્યા હતા. પરંતુ પરિવારના સભ્યો આવ્યા ત્યાં સુધીમાં વાંદરાઓના ટોળાએ ઉપાધ્યાયના ખોળામાંથી બાળકને છીનવી લીધું અને તેને સીધું છત પરથી નીચે ફેંકી દીધું.
બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારના સભ્યો ટેરેસ પર પહોંચ્યા ત્યારે વાંદરાઓએ તેમના પર પણ હુમલો કર્યો. સાથે જ પિતાને પણ વાંદરાઓ કરડ્યા હતા. અહેવાલો અનુસાર, અકસ્માત થયો તે પહેલા પરિવાર બાળકના નામકરણની તૈયારી કરી રહ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પરિવાર હાલમાં ખૂબ જ શોકમાં છે. જો કે, વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે તેઓ આ મામલે યોગ્ય પગલાં લેશે. બરેલીના મુખ્ય વન સંરક્ષક લલિત વર્માએ કહ્યું કે તેમને આ ઘટનાની માહિતી મળી છે અને વન વિભાગની એક ટીમને તેની તપાસ માટે મોકલવામાં આવી છે.
જો કે વાંદરાઓના ત્રાસના કિસ્સાઓ ન માત્ર અહીં પણ ઘણા યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર પણ નોંધાય છે. ખાસ કરીને મથુરા વૃંદાવન જેવા યાત્રા સ્થળો પર વાંદરોઓ દ્વારા યાત્રીઓ સાથે હેરાનગતિના કિસ્સાં વારંવાર બને છે.
જો કે, સંપૂર્ણપણે અહીં અલગ પરિસ્થિતિ ઊભી થતાં, આ ઘટના અંગે શું પગલાં લેવાશે અને કોને દોષિત ઠેરવવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલાક વિશેષ પગલાં લેવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ગત અઠવાડિયે યુપીના લખનૌમાં એક ઘટના બની હતી, જેમાં એક પાલતુ પીટબુલ કૂતરાએ પોતાની જ માલકિનનું માંસ પેટ ફાડીને ફાડી નાખ્યું હતું, જેના પછી માલકિનનું મોત થયું હતું. બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પાળેલા પીટબુલને પોતાના કબજામાં લઈ લીધો હતો.
Next Article