Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વનડે બાદ હવે T20 માં પણ ટીમ ઈન્ડિયા વિન્ડિઝના કરશે સૂપડાં સાફ, આજથી શરૂ થશે શ્રેણી

ટીમ ઈન્ડિયા તાજેતરના સમયમાં સારા ફોર્મથી પસાર થઇ રહી  છે. ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર વનડે અને T20માં હરાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝમાં પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા વનડે સીરીઝની 3 મેચમાં 3-0 થી હરાવ્યું છે. આજે T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે જેમા ટીમ ઈન્ડિયા તેના આ શાનદાર ફોર્મની સાથે મેદાનમાં ઉતરશે. આજે ટીમ ઈન્ડિયા સતત બીજી સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે શુક્રવારથી àª
વનડે બાદ હવે t20 માં પણ ટીમ ઈન્ડિયા વિન્ડિઝના કરશે સૂપડાં સાફ  આજથી શરૂ થશે શ્રેણી
ટીમ ઈન્ડિયા તાજેતરના સમયમાં સારા ફોર્મથી પસાર થઇ રહી  છે. ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર વનડે અને T20માં હરાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝમાં પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા વનડે સીરીઝની 3 મેચમાં 3-0 થી હરાવ્યું છે. આજે T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે જેમા ટીમ ઈન્ડિયા તેના આ શાનદાર ફોર્મની સાથે મેદાનમાં ઉતરશે.
Advertisement

આજે ટીમ ઈન્ડિયા સતત બીજી સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે શુક્રવારથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં જોરદાર પ્રદર્શન કરશે. T20 વર્લ્ડકપમાં ત્રણ મહિનાથી ઓછા સમય બાકી છે, જેનાથી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને પોતાની કોર ટીમ મજબૂત કરવા માટે લગભગ 16 મેચ (પાંચ વેસ્ટ ઈન્ડિઝ સામે, પાંચ જો ભારત એશિયા કપની ફાઈનલ રમે છે તો, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચ, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચ) રમશે. 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સીરીઝ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રોહિત શર્મા સહિત અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતે શ્રેણી 3-0થી પોતાના નામે કરી હતી. શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને યજમાન ટીમનો સફાયો કરી નાખ્યો હતો. પરંતુ હવે આજથી એટલે કે 29 જુલાઈથી બંને ટીમો T20 ફોર્મેટમાં સામસામે ટકરાશે. ત્યારે જોવાનું ખાસ રહેશે કે T20 સીરીઝમાં રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહેશે.
મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને અવેશ ખાન જેવા બોલરોને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) સામેની ODI શ્રેણીમાં રમવાની તક મળી. પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આ સીરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. પોતાના T20 ડેબ્યૂમાં બધાને પ્રભાવિત કરનાર અર્શદીપની સતત અવગણના કરવામાં આવી રહી છે. 

વળી, આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં, હર્ષા ભોગલે ઇચ્છે છે કે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં અર્શદીપને ઓછામાં ઓછી ત્રણ મેચ રમવાની તક મળે. ભોગલેએ કહ્યું, "બુમરાહ નથી રમી રહ્યો, મને આશા છે કે અર્શદીપ ઓછામાં ઓછી ત્રણ મેચ રમશે અને જોશે કે તે જમણા હાથના ઝડપી બોલરોથી ભરેલી ટીમમાં ડાબા હાથના બોલર તરીકે ટેબલ પર શું લાવે છે." અર્શદીપે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી, ઈંગ્લેન્ડ સામે માત્ર 5.14 રન પ્રતિ ઓવરમાં બે વિકેટ ઝડપી. ડાબોડી ફાસ્ટ બોલર ડેથ ઓવરોમાં અસરકારક સાબિત થયો હતો. 
Advertisement
Tags :
Advertisement

.