Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાનની હાર બાદ સ્ટેડિયમમાં ફેન્સે કરી મારામારી અને તોડફોડ, Video

શારજાહમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં એક વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. જો કે, આ દરમિયાન શરમજનક ઘટના પણ સામે આવી હતી. આ નજારો 19મી ઓવરમાં જોવા મળ્યો હતો. જ્યારે પાકિસ્તાનના ખેલાડીએ અફઘાનિસ્તાનના ખેલાડી સાથે ઝપાઝપી કરી હતી. તેટલું જ નહીં સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફેન્સ પણ ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા અને તેમણે એકબીજા પર ખુરશીથી હુમલો
અફઘાનિસ્તાનની હાર બાદ સ્ટેડિયમમાં ફેન્સે કરી મારામારી અને તોડફોડ  video
શારજાહમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં એક વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. જો કે, આ દરમિયાન શરમજનક ઘટના પણ સામે આવી હતી. આ નજારો 19મી ઓવરમાં જોવા મળ્યો હતો. જ્યારે પાકિસ્તાનના ખેલાડીએ અફઘાનિસ્તાનના ખેલાડી સાથે ઝપાઝપી કરી હતી. તેટલું જ નહીં સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફેન્સ પણ ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા અને તેમણે એકબીજા પર ખુરશીથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. 
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (PAK vs AFG) વચ્ચે એશિયા કપની સુપર 4ની મેચ બુધવારે રમાઇ હતી. અફઘાનિસ્તાની હાર બાદ સ્ટેડિયમમાં માહોલ ગરમાયો હતો. મેચ પૂર્ણ થયા બાદ બંને ટીમના પ્રશંસકો વચ્ચે લાતો અને મુક્કાઓનો મારો ચાલ્યો હતો. મહત્વનું છે કે, બુધવારે 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો એક વિડીયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તરફ પાકિસ્તાની દર્શકો જીત બાદ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હારથી ગુસ્સે ભરાયેલા અફઘાનિસ્તાનના ચાહકો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ખુરશીઓ તોડવા લાગ્યા હતા. 
Advertisement

તેમણે ખુરશીઓ ઉખાડી નાખી અને પાકિસ્તાની ચાહકો પર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. અફઘાનનો ઉપદ્રવ કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ લોકોના હાથમાં અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યો છે અને તેઓએ પોતાના દેશની જર્સી પણ પહેરી છે. ક્રિકેટ એ સ્પોર્ટ્સ જેન્ટલ મેન ગેમ છે. જેમાં ક્યારેક હાર તો ક્યારેક જીત થાય છે. આપણે હંમેશા સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવવી જોઈએ. પરંતુ ક્યારેક દર્શકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. તેનું ઉદાહરણ બુધવારે પણ જોવા મળ્યું હતું. મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનના પ્રશંસકો સ્ટેડિયમમાં જ પાકિસ્તાની પ્રશંસકોને મારતા જોવા મળ્યા હતા, સાથે જ તેઓએ સ્ટેડિયમની ખુરશીઓ પણ ઉખાડી નાખી હતી. 
આ વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શોએબ અખ્તરે તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'આ અફઘાન ચાહકો કરી રહ્યા છે. આવું તેમણે ભૂતકાળમાં પણ ઘણી વખત કર્યું છે. આ એક રમત છે અને તેને યોગ્ય ભાવનાથી રમવી અને લેવી જોઈએ. શફીક સ્ટેનિકઝાઈ (ShafiqStanikzai) જો તમે લોકો રમતમાં આગળ વધવા માંગતા હોવ તો તમારા ચાહકો અને તમારા ખેલાડીઓ બંનેએ થોડીક બાબતો શીખવાની જરૂર છે.

મહત્વનું છે કે, પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પાકિસ્તાને 1 વિકેટ બાકી રહેતા હાંસલ કર્યો અને એશિયા કપ 2022ની ફાઈનલની ટિકિટ મેળવી લીધી. નસીમ શાહે છેલ્લી ઓવરમાં બે બેક ટુ બેક સિક્સર ફટકારીને પાકિસ્તાનને આ જીત અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ આ બંને ટીમો મેદાન પર હોય છે, ત્યારે ઘણી વખત વાતાવરણ ગરમ જ જોવા મળે છે. ચાહકો વચ્ચે વાત એટલી વધી જાય છે કે સ્ટેડિયમમાં જ ધમાલ શરૂ થઈ જાય છે. બંને ટીમના પ્રશંસકોનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ચાહકો સ્ટેડિયમમાં જ એકબીજાને ખરાબ રીતે મારતા જોવા મળી રહ્યા છે.
Advertisement

આ ઘટના 2019ની છે, જ્યારે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો અને હેડિંગ્લેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ શરૂ થવાની હતી. મેચ શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમની બહાર ચાહકો સામસામે આવી ગયા હતા. કહેવામાં આવ્યું હતું કે બે ચાહકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે વિવાદ શરૂ થયો હતો. એકબીજાને મારવા માટે લોકોએ બેરિકેડમાં લાગેલું સ્ટીલ પણ હટાવી દીધું હતું અને એકબીજા પર વરસવા લાગ્યા હતા. 
Tags :
Advertisement

.