Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્જેન્ટિના સામે હાર મળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આ Video ખૂબ થઇ રહ્યો છે વાયરલ

ફિફા વર્લ્ડ કપ કતર 2022 (FIFA World Cup Qatar 2022) નું ટાઇટલ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નક્કી થયું અને તેમા આર્જેન્ટિનાએ શાનદાર જીત મેળવી તેમના કરોડો ફેન્સને ખુશ કરી દીધા છે. હવે આર્જેન્ટિના (Argentina) નવું વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. મેસ્સીનું સપનું આખરે સાકાર થયું. મેરાડોના પછી મેસ્સીએ પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે. એકંદરે આર્જેન્ટિનાનો આ ત્રીજો વર્લ્ડ કપ. વળી બીજી તરફ ફ્રાન્સની ટીમે આ મેચમાં ખૂબ જ મà
આર્જેન્ટિના સામે હાર મળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આ video ખૂબ થઇ રહ્યો છે વાયરલ
ફિફા વર્લ્ડ કપ કતર 2022 (FIFA World Cup Qatar 2022) નું ટાઇટલ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નક્કી થયું અને તેમા આર્જેન્ટિનાએ શાનદાર જીત મેળવી તેમના કરોડો ફેન્સને ખુશ કરી દીધા છે. હવે આર્જેન્ટિના (Argentina) નવું વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. મેસ્સીનું સપનું આખરે સાકાર થયું. મેરાડોના પછી મેસ્સીએ પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે. એકંદરે આર્જેન્ટિનાનો આ ત્રીજો વર્લ્ડ કપ. વળી બીજી તરફ ફ્રાન્સની ટીમે આ મેચમાં ખૂબ જ મહેનત કરી અને અંતે પેનલ્ટી શૂટઆઉટમાં હાર મળતા ખેલાડીઓ ખૂબ જ નિરાશ થઇ ગયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ (France President) ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) એ આ દરમિયાન ટીમના સ્ટાફને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું. હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 
Advertisement

Mbappeને મળ્યો ગોલ્ડન બૂટ 
ફિફા વર્લ્ડ કપ 2022 ની ફાઈનલ મેચ રોમાંચથી ભરપૂર હતી. જે પણ લોકોએ આ મેચ જોઇ છે તેણે ખૂબ આનંદ મેળવ્યો હતો. પરંતુ ફ્રાન્સની ટીમની હાર બાદ ટીમના ખેલાડીઓ અને સ્ટાફનું મનોબળ ઘણુ ઘટી ગયું હતું. જેને બુસ્ટ કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ખેલાડીઓને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેમનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તે ગ્રાઉન્ડ પર જઇને પણ બધાને મળ્યા. તેમણે ખેલાડીઓને ગળે લગાવ્યા. ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ જીત્યો હતો. 36 વર્ષ પછી વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરનાર લિયોનેલ મેસ્સીએ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે ગોલ્ડન બોલનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ફ્રાન્સના ટોચના ગોલ સ્કોરર કાયલિયાન Mbappeને ગોલ્ડન બૂટ મળ્યો હતો. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું
વળી રાષ્ટ્રપતિ મેક્રોન ટીમનો ઉત્સાહ વધારવા માટે, લુસેલ સ્ટેડિયમમાં લાઇવ મેચ જોવા પહોંચ્યા હતા. પરંતુ ટીમ હારતાની સાથે જ તેમણે પીચ પર જઈને બધાને સાંત્વના આપી. તેમણે ડ્રેસિંગ રૂમમાં દરેક સાથે વાત કરી અને ખાસ કરીને Mbappeના વખાણ કર્યા, મેક્રોને કહ્યું, "આપણે પહેલા હાફના અંતે ઘણા દૂર હતા. આ રીતે પુનરાગમન પહેલા પણ થયું છે, પરંતુ ફૂટબોલના ઇતિહાસમાં તે દુર્લભ છે. આપણે આશ્ચર્યજનક રીતે પુનરાગમન કર્યું છે." રાષ્ટ્રપતિએ તેમની વાતચીતમાં કહ્યું કે, અમને તમારા પર ગર્વ છે, તમે ઇતિહાસ રચ્યો છે. આ સાથે તેમણે રનર્સ અપ બનવા માટે ફ્રેન્ચ ટીમને મેડલ એનાયત કર્યા. રમત પછી તેણે Mbappeની પ્રશંસા કરી અને કહ્યું કે તેને લાગ્યું કે લેસ બ્લ્યુસ ટ્રોફીની ખૂબ નજીક છે. 
ઉલ્લેખનીય છે કે, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4 ગોલ કર્યા હતા જ્યારે ફ્રાન્સે માત્ર 2 ગોલ કર્યા હતા. આટલી રોમાંચક મેચ કદાચ વિશ્વ કપની ફાઈનલમાં આ પહેલા ક્યારેય રમાઈ નથી. આ મેચ બિલકુલ અવિશ્વસનીય હતી. આર્જેન્ટિનાએ લીડ જાળવી રાખી અને ફ્રાન્સે તેની બરાબરી કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.