Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્જેન્ટિના સામે હાર મળ્યા બાદ ફ્રાન્સના આ સ્ટાર ખેલાડીએ Retirement ની કરી જાહેરાત

ફિફા વર્લ્ડ કપ કતર 2022 (FIFA World Cup Qatar 2022) નો ખિતાબ જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ ખૂબ જ ખુશ છે. પંરતુ બીજી તરફ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર ફ્રાન્સ (France) ની ટીમના ખેલાડીઓ આજે પણ દુઃખી છે. રોમાંચક મેચમાં પેનલ્ટી શૂટઆઉટ (Penalty shoot-out)થી આવેલા પરિણામ બાદ ફ્રાન્સને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ હાર મળ્યા બાદ ટીમના એક સ્ટાર ખેલાડીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સના ખà
આર્જેન્ટિના સામે હાર મળ્યા બાદ ફ્રાન્સના આ સ્ટાર ખેલાડીએ retirement ની કરી જાહેરાત
ફિફા વર્લ્ડ કપ કતર 2022 (FIFA World Cup Qatar 2022) નો ખિતાબ જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ ખૂબ જ ખુશ છે. પંરતુ બીજી તરફ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર ફ્રાન્સ (France) ની ટીમના ખેલાડીઓ આજે પણ દુઃખી છે. રોમાંચક મેચમાં પેનલ્ટી શૂટઆઉટ (Penalty shoot-out)થી આવેલા પરિણામ બાદ ફ્રાન્સને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ હાર મળ્યા બાદ ટીમના એક સ્ટાર ખેલાડીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. 
ફ્રાન્સના ખેલાડીએ Retirement ની જાહેરાત કરી
ફાઈનલમાં હાર મળ્યા બાદ ફ્રાન્સના ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનું નામ સાંભળી થોડીવાર માટે તમે પણ ચોંકી જશો. જીહા, આ સ્ટાર ખેલાડીનું નામ કરીમ બેન્ઝેમા (Karim Benzema) છે. ફ્રાન્સના આ સુપર સ્ટાર ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધી હતી. આ પહેલા સમાચાર હતા કે આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ફાઈનલ મેચ રમીને નિવૃત્તિની જાહેરાત કરશે પરંતુ તેનાથી વિપરીત અહીં ફ્રાન્સના ખેલાડીએ Retirement ની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, રવિવારે લુસેલમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. જોકે, કરીમ બેન્ઝેમા આ વર્લ્ડ કપનો ભાગ નહોતો. ઈજાના કારણે તે આ વર્લ્ડ કપ રમી શક્યો નહોતો.
સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
ફિફા વર્લ્ડ કપ કતર 2022 ની ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ બંન્નેનું પ્રદર્શન ખૂબ જ સારું હતું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે આર્જેન્ટિના આ મેચને આસાનીથી જીતી લેશે પરંતુ ફ્રાન્સે વળતો પ્રહાર કરતા સ્કોર લેવલ કર્યો હતો. પરંતુ અંતે પેનલ્ટી શૂટઆઉટમાં ટીમને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. આ હાર મળ્યા બાદ ટીમનો હીરો કૈલિયન એમબાપ્પે પણ નિરાશ દેખાતો હતો તો બીજી તરફ ટીમના સ્ટાર ફોરવર્ડ ખેલાડી અને બેલોન ડી'ઓર એવોર્ડના વિજેતા કરીમ બેન્ઝેમાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની હાર બાદ બેન્ઝેમાએ સોમવારે સોશિયલ નેટવર્ક પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો, જેમાં સંકેત આપ્યો હતો કે તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.
Advertisement

બેન્ઝેમાની નિવૃત્તિ પોસ્ટ
કરીમ બેન્ઝેમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બેન્ઝેમાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "હું આજે જ્યાં છું ત્યાં સુધી પહોંચવા માટે મેં પ્રયાસ કર્યા અને ભૂલો કરી. મને તેનો ગર્વ છે! મેં મારી કહાની લખી છે અને આ કહાનીનો અંત આવી રહ્યો છે." જણાવી દઈએ કે, બેન્ઝેમાએ ફ્રાન્સ માટે કુલ 97 મેચ રમી હતી જેમાં તેણે 37 ગોલ કર્યા હતા જ્યારે 20 ગોલ તેના નામે હતા.
બેન્ઝેમાએ 2007માં કર્યું હતું ડેબ્યૂ 
ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કરીમ બેન્ઝેમાએ 2007માં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં જ બેન્ઝેમાએ ઓસ્ટ્રિયા સામે ગોલ કર્યો હતો. 2008માં પણ તે યુરો કપમાં ફ્રાન્સ ટીમનો ભાગ હતો. 2010 વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડમાં તેણે ઘણી મેચો રમી હોવા છતાં તે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, બેન્ઝેમા 2014 ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ માટે ટોપ સ્કોરર હતા, પરંતુ બાદમાં આંતરરાષ્ટ્રીય સાથી મેથ્યુ વાલ્બુએના સાથે સેક્સ-ટેપ સ્કેન્ડલમાં કથિત ભૂમિકાને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.