Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટના મેદાન બાદ હવે કોહલીએ સોશિયલ મીડિયા પર પણ બનાવ્યો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનાવતા જ રહે છે. પરંતુ હવે કોહલીએ સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડ બનાવવાનું કામ કર્યું છે. વિરાટ કોહલી દુનિયાનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે જેના ટ્વિટર પર 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એટલે કે દુનિયામાં એવો કોઈ ક્રિકેટર નથી કે જેના ટ્વિટર પર આટલા ફોલોઅર્સ હોય. એટલું જ નહીં, વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પ
ક્રિકેટના મેદાન બાદ હવે કોહલીએ સોશિયલ મીડિયા પર પણ બનાવ્યો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનાવતા જ રહે છે. પરંતુ હવે કોહલીએ સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડ બનાવવાનું કામ કર્યું છે. વિરાટ કોહલી દુનિયાનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે જેના ટ્વિટર પર 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એટલે કે દુનિયામાં એવો કોઈ ક્રિકેટર નથી કે જેના ટ્વિટર પર આટલા ફોલોઅર્સ હોય. એટલું જ નહીં, વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર પણ 211 મિલિયન ફોલોઅર્સ છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વાત હોય કે કેપ્ટન રોહિત શર્માની, તેઓ વિરાટ કોહલીની આસપાસ પણ નથી.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખરેખર કિંગ છે. સોશિયલ મીડિયા પર તેના જેટલા વખાણ થાય છે, વાત વાત પર તેને કિંગ કહેવામાં આવે છે, તે એક અલગ જ માયાવી દુનિયા છે જેનો કિંગ વિરાટ કોહલી છે. કોહલી હવે ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે જ્યારે તે ફરીથી સારા પ્રદર્શન સાથે ટ્રેક પર પાછો ફર્યો છે. આ બધું કોહલીની 71મી સદી બાદ થયું છે, જેના માટે ચાહકો 1 હજારથી વધુ દિવસ સુધી રાહ જોતા હતા. કોહલીના પહેલાથી જ 211 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (450M) અને લિયોનેલ મેસ્સી (333M) પછી 33 વર્ષીય વિરાટ વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ કરવામાં આવતો ક્રિકેટર છે અને Instagram પર ત્રીજો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. 
મેસ્સી અને રોનાલ્ડોને ખૂબ ફોલો કરવામાં તેમના પરિવારના લોકો પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બંને તેમની પત્નીઓ સાથે અલગ-અલગ જગ્યાએ ફરતા હોય તેવા ફોટા પોસ્ટ કરતા જોય છે. કોહલી આવું ભાગ્યે જ કરે છે પરંતુ પત્ની અનુષ્કા પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની એક પણ તક છોડતો નથી. સ્પોર્ટ્સ સિવાય આ બધી બાબતો પણ તેને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય બનાવે છે. કોહલીના ફેસબુક પર પણ 49 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેમાં તેના સોશિયલ મીડિયા પર કુલ 310 મિલિયન ફોલોઅર્સ છે.
કોહલી તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022માં ફોર્મમાં પાછો ફર્યો અને બે અડધી સદી અને એક સદી સાથે ભારતના ટોચના સ્કોરર તરીકે સામે આવ્યો હતો. કોહલીએ પોતાની 71મી સદી ફટકારવા માટે 1019 દિવસ રાહ જોવી પડી હતી. મહત્વનું છે કે, એશિયા કપ પહેલા, કોહલીએ ખુલાસો કર્યો હતો કે તેણે એક મહિનાથી તેના બેટને સ્પર્શ કર્યો નથી. વાસ્તવમાં, તે એશિયા કપ પહેલા બ્રેક પર ગયો હતો અને આ પ્રથમ વખત હતો જ્યારે તે એક મહિના સુધી બેટને સ્પર્શ પણ કરી શક્યો ન હતો. આ દરમિયાન કોહલી ઘણી જગ્યાએ અનુષ્કા સાથે રજાઓ માણતો જોવા મળ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.