Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રની રાહત બાદ આ રાજ્યોએ પણ ઘટાડ્યો ટેક્સ, જાણો શું છે નવા ભાવ

મોંઘા પેટ્રોલ અને ડીઝલથી પરેશાન લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતે ટ્વીટ કર્યું છે કે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 7 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવી છે.મોદી સરકારના આ નિર્ણય બાદ હવે પેટ્રોલ 9.5 રૂપિયા સસ્તું થશે. સાથે જ ડીઝલ પણ 7 રૂપિયા સસ્તું થશે. સરકારના આ નિàª
પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રની રાહત બાદ આ રાજ્યોએ પણ ઘટાડ્યો ટેક્સ  જાણો શું છે નવા ભાવ
મોંઘા પેટ્રોલ અને ડીઝલથી પરેશાન લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતે ટ્વીટ કર્યું છે કે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 7 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવી છે.
મોદી સરકારના આ નિર્ણય બાદ હવે પેટ્રોલ 9.5 રૂપિયા સસ્તું થશે. સાથે જ ડીઝલ પણ 7 રૂપિયા સસ્તું થશે. સરકારના આ નિર્ણયથી તિજોરી પર વાર્ષિક આશરે 1 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ વેટમાં ઘટાડો કરે અને લોકોને રાહત આપે. તેમણે ખાસ કરીને તે રાજ્યોને કિંમત ઘટાડવા માટે કહ્યું છે. 
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યના ટેક્સમાં અનુક્રમે રૂ. 2.41 અને રૂ. 1.36નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હાલમાં કેરળમાં એક લિટર પેટ્રોલની કિંમત 117.17 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 103.93 રૂપિયા પ્રતિ લિટર છે.
ઝારખંડ સરકારે કાપ મૂકવાનો ઇનકાર કર્યો હતો
ઝારખંડ સરકારે વેટના દરમાં ઘટાડો કરવાની કોઈ યોજના બનાવી નથી. નાણામંત્રી રામેશ્વર ઓરાંનું કહેવું છે કે પેટ્રોલ સબસિડી યોજના ઝારખંડમાં પહેલાથી જ અસરકારક છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્ય સરકાર વેટના દરમાં સીધો ઘટાડો કરવાનું વિચારી રહી નથી.

રાજસ્થાનમાં ભાવમાં ઘટાડો
રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર રૂ. 1.16 પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. જે બાદ હવે રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં પેટ્રોલ 108 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 109 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
   તો આવો જોઈએ આજે ​​શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત:
  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. 
  • જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
  • મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર પર છે. 
  • ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. 
  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.72 રૂપિયા પ્રતિ લીટર છે. 
  • નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે. 
  •  પટનામાં પેટ્રોલની કિંમત 107.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત
  • લખનૌમાં 94.04 રૂપિયા પ્રતિ લીટર છે.તેમાં પેટ્રોલ 96.57 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.